દિલ્હીઃ મણિપુર મુદ્દે સંસદમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. વિપક્ષ સતત વડાપ્રધાન પાસે સંસદમાં મણિપુર પર નિવેદન આપવાની માંગ કરી રહ્યો છે. આ દરમિયાન, માહિતી સામે આવી રહી છે કે 26 રાજકીય પક્ષોના વિપક્ષી મહાગઠબંધન I.N.D.I.A.ના સાંસદો 29-30 જુલાઈના રોજ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાતે જવાના છે. કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે જણાવ્યું હતું કે 20 થી વધુ સાંસદોનું એક પ્રતિનિધિમંડળ આ સપ્તાહના અંતમાં મણિપુરની મુલાકાત લેશે અને રાજ્યની સ્થિતિની સમીક્ષા કરશે.
Advertisement
Advertisement
ટાગોરે જણાવ્યું હતું કે વિપક્ષી સાંસદો લાંબા સમયથી હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેવા માંગતા હતા પરંતુ ત્યાંની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને મંજૂરી આપવામાં આવી ન હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાહુલ ગાંધી મણિપુરના પ્રવાસે ગયા હતા. તેમની મુલાકાતને લઈને ભારે રાજનીતિ થઈ હતી. ભાજપે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી એક એજન્ડા અંતર્ગત હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લઈ રહ્યા છે.
વડાપ્રધાને સંસદનું અપમાન કર્યું
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે ગૃહ ચાલી રહ્યું છે, અમે માંગ કરી રહ્યા છીએ કે પીએમ ત્યાં આવીને નિવેદન આપે, પરંતુ તેઓ રાજસ્થાનમાં રાજકીય ભાષણ આપી રહ્યા છે અને ચૂંટણીની વાત કરી રહ્યા છે. જ્યારે તેઓ ત્યાં જઈ શકે છે તો શું તેઓ અડધો કલાક ગૃહમાં આવીને નિવેદન ન આપી શકે? તેનો મતલબ એ કે તેમને લોકશાહીમાં કોઈ રસ નથી, વિશ્વાસ નથી. તેઓ લોકશાહી અને બંધારણનું રક્ષણ કરવા માંગતા નથી, તેઓ સંસદનું અપમાન કરી રહ્યા છે.
સંજય રાઉતે કહ્યું- મણિપુર સળગી રહ્યું છે
સંજય રાઉતે કહ્યું કે આ રાજ્યનો નહીં પરંતુ સમગ્ર દેશનો મુદ્દો છે. મણિપુર સળગી રહ્યું છે અને લોકો મરી રહ્યા છે. મણિપુરની આગ અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ શકે છે. અમે પીએમ મોદીને અપીલ કરીએ છીએ કે તેઓ આગળ આવે અને આ મુદ્દાનો ઉકેલ લાવે. અમે તેમને જવાબ નહીં આપીએ પરંતુ માત્ર તેમની વાત જ સાંભળીશું.
Advertisement