ગરમી વધવા સાથે સ્વાભાવિક છે કે દરેક પરિવાર વેકેશનમાં ક્યાંક બહાર જવાનું વિચારતા હોય છે. પરંતુ આ વખતે કંઈક વધારે પડતું જ વેકેશન જામ જોવા મળી રહ્યું છે.
Advertisement
Advertisement
તેમાં પણ હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં તો લોકો ટોળે ભરાયા છે. ટ્રેઈનોની ટિકિટો નથી મળતી, ફ્લાઈટો ફૂલ જાય છે. સામે હોટલો પણ ઉભરાઈ ગઈ છે.
સતત કામના અંતરાલ પછી બાળકો અને માતા-પિતાને ક્યાંક જવાની ઇચ્છા થાય ત્યારે ગરમીના સમયમાં હિમચાલ અને ઉત્તરાખંડનું નામ પહેલું આવે. એમાં પણ આ વખતે ચારધામની યાત્રામાં બરફ પડતાં લોકોએ પ્રકૃતિનો અખૂટ આનંદ માણ્યો છે. સતત સોશ્યલ મીડિયા પર વાઈરલ થતાં ફોટા જોઈએ એક પછી એક એમ પ્રેરિત થતાં લોકોનો ઉત્તર ભારતના હિલસ્ટેશનોમાં રાફડો ફાટ્યો છે.
દરેક જગ્યાએ ભીડ છે. હિમાયલના હાઈવે પણ સતત ટ્રાફિકથી વ્યસ્ત છે અને ફરવા નીકળેલા લોકો ફૂડ અને કલ્ચરનો આનંદ લેવા માટે શિમલા, કુલુ-મનાલી, ડેલહાઉસી, કાશ્મીર, ધર્મશાલા, સ્પીતીવેલી, લેહ-લદાખ ફરવા નીકળી રહ્યા છે.
ટ્રાવેલ એજન્ટના મતે જ્યાં સુધી વેકેશન નહીં બંધ થાય ત્યાં સુધી આ સ્થિતિ રહેવાની છે. ટ્રેનોમાં બુકિંગ ફૂલ છે લોકોને સમજાવીએ છીએ તો પણ સમજતા નથી. ઘણાં ક્યાંય ટિકિટ ના મળતા પોતાનું વાહન લઈને ફરવા નીકળે છે. આ તો વાત થઈ ગુજરાતની પરંતુ આ જ ક્રેઝ ઉત્તરભારતના રાજ્યો જેવા કે ચંડીગઢ, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળે છે. જેના કારણે હિમાલયનો વિસ્તાર હાલમાં ઓવર ક્રાઉડેડ છે.
જે લોકો આ સ્થિતિમાં પણ જઈ રહ્યા છે તેમને બમણાં પૈસા ચૂકવવા પડે છે. હાલમાં હિમાચલ જવા માટે અમદાવાદ-ચંડીગઢની એરટિકિટનો ભાવ 13000થી 16000સુધીનો બોલાઈ રહ્યો છે. જ્યારે અમદાવાદ-શ્રીનગરની ફ્લાઈટનો ભાવ 23000થી લઈને 25000સુધી ઉપર ગયો છે. એવામાં ગો ફર્સ્ટ ની ફ્લાઈટો કેન્સલ થતાં ફ્લાઈટોના ભાવ વધુ થયા છે.
Advertisement