હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવા, ભૂસ્ખલન અને માર્ગ અવરોધો સર્જાવાની વિવિધ ઘટનાઓમાં 60 થી વધુ લોકોના મોત થયા છે. દરમિયાન, ઘાયલ નાગરિકો અને વાહનોને કાટમાળ હેઠળથી બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણ ચાલી રહી છે.
Advertisement
Advertisement
દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD)એ હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસ અને ઉત્તરાખંડ તથા ઉત્તરપૂર્વ ભારતમાં આગામી 4-5 દિવસ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના હોવાની આગાહી કરી છે.
પૉંગ ડેમ નજીકના નીચાણવાળા વિસ્તારોમાંથી 800થી વધુ લોકોનું સ્થળાંતર
હિમાચલ પ્રદેશમાં કાંગડાના પૉંગ ડેમ નજીકના નીચાણવાળા વિસ્તારોમાંથી 800 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સતત ભારે વરસાદને કારણે ડેમમાં પાણીના સ્તરમાં વધારો થવાને કારણે લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ બુધવારે ટ્વીટ કર્યું, “પૉંગ ડેમ નજીક કાંગડાના નીચાણવાળા વિસ્તારોમાંથી 800 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, કારણ કે ડેમ જળાશયમાં પાણીની સપાટીમાં વધારો થવાને કારણે તેમના ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા. વધુ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા હોવાથી સ્થળાંતરની કામગીરી હજુ ચાલુ છે.
દરમિયાન, હિમાચલ પ્રદેશમાં અનેક જિલ્લામાં આભ ફાટવા, ભૂસ્ખલન અને પૂર જેવી ઘટનાઓને લીધે ઘણાં લોકોના મૃત્યુ થયા છે. ત્યારે બચાવ અભિયાન પણ મોટાપાયે ચાલી રહ્યું છે. તંત્ર દ્વારા શાળા કોલેજો બંધ રાખવા માટે જ આદેશ આપવામાં આવ્યા હતા.છેલ્લાં થોડાં દિવસથી થઈ રહેલા સતત ભારે વરસાદને લીધે હિમાચલ પ્રદેશને સૌથી વધુ નુકસાન થયું છે. ત્યાં આવેલા સિમલા-કાલકા રેલવે ટ્રેકને પણ ખૂબ નુક્સાન થયું છે. ભૂસ્ખલનને લીધે ટ્રેક કેટલાંક સ્થળે તૂટી પડ્યો છે. તેના લીધે હેરિટેજ રેલવે ટ્રેક પર સિમલા – કાલકા ટ્રેનની અવર-જવર અટકી ગઈ છે.
હિમાચલમાં ભારે વરસાદથી યમુના ભયજનક સપાટીની ઉપર
ભારે વરસાદને કારણે, મંગળવારે દિલ્હીની યમુના નદી આ વર્ષે બીજી વખત ભયજનક સપાટીની ઉપર પહોંચી હતી. મંગળવારે દિલ્હીના જૂના રેલ્વે બ્રિજ પર યમુના નદીનું જળસ્તર ફરી એકવાર ખતરાના નિશાનથી વધીને 205.39 મીટર પર પહોંચી ગયું હતું. સેન્ટ્રલ વોટર કમિશન (CWC)ના ડેટા અનુસાર, મંગળવારે રાત્રે 10 વાગ્યે પાણીનું સ્તર 205.33 મીટરથી 205.39 મીટરના ખતરાના નિશાનને વટાવીને સતત વધી રહ્યું છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થયો છે. જૂના રેલવે બ્રિજ પર સાંજે 6 વાગ્યે પાણીનું સ્તર 204.94 મીટર હતું.
#WATCH | Water level of River Yamuna rises in Delhi again. Drone visuals from this morning show the current situation around Old Yamuna Bridge (Loha Pul) pic.twitter.com/PATydIBQXZ
— ANI (@ANI) August 16, 2023
Advertisement