હરિયાણાના નૂંહમાં વિશ્વ હિન્દુ પરિષદની વ્રજ મંડળ યાત્રા દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધીમાં બે હોમગાર્ડ સહિત છ લોકોના મોત થયા છે. આ પરિસ્થિતિ વચ્ચે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે જે તોફાનીઓએ નુકસાન કર્યું છે તેમની પાસેથી વળતરની રકમ વસૂલવામાં આવશે. દરેકનું રક્ષણ ન તો પોલીસ કે ન તો આર્મી કરી શકે છે. તેના માટે સુરક્ષાનું વાતાવરણ ઊભું કરવું પડશે. આ માટે શાંતિ સમિતિ, વહીવટી તંત્રના લોકો કામે લાગ્યા છે. તોફાનીઓમાં ભયનો માહોલ સર્જવો પડશે.
Advertisement
Advertisement
નૂહમાં સાંપ્રદાયિક હિંસાની ઘટના પર, હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યું કે રાજ્યમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે 20 અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. 6 લોકોના મોત થયા છે, જેમાંથી 2 પોલીસ કર્મચારી અને 4 નાગરિક છે. 116 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય 90 લોકોની અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ બાદ કાર્યવાહી કરવામાં આવશે. હિંસામાં જે પણ સંડોવાયેલ હશે તેમને છોડવામાં આવશે નહીં, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નૂંહમાં ભારતીય રિઝર્વ બટાલિયન પણ તૈનાત કરવામાં આવશે.
બધાંને સુરક્ષા આપવી શક્ય નથીઃ ખટ્ટર
ગુરુગ્રામ બાદ હવે પલવલમાં પણ મસ્જિદ પર હુમલાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત પેટ્રોલ બોમ્બ પણ ફેંકવામાં આવ્યો હતો. પલવલમાં રાત્રે તોડફોડની આ ઘટના પ્રકાશમાં આવી છે. એટલું જ નહીં તોફાનીઓએ એક ખેતરમાં બનેલા ગરીબોના ત્રીસ ઝૂંપડા પણ સળગાવી દીધા. આ પરિસ્થિતિ વચ્ચે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું છે કે હિંસામાં થયેલા કોઈપણ નુકસાનનું વળતર હિંસા આચરનારાઓ પાસેથી વસૂલ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે 2.7 કરોડની વસ્તીમાં 60 હજાર જવાન છે. પોલીસ બધાનું રક્ષણ કરી શકે નહીં. તેથી કેન્દ્ર પાસેથી વધુ અર્ધલશ્કરી દળોની માંગણી કરવામાં આવી છે.
સીએમ ખટ્ટર ‘યોગી મોડલ’ અપનાવશે
રાજ્યમાં ફાટી નીકળેલી હિંસા વચ્ચે મીડિયા સાથે વાત કરતા સીએમ ખટ્ટરે કહ્યું કે અમે એક કાયદો પસાર કર્યો છે. તેમાં એવી જોગવાઈ છે કે કોઈપણ નુકસાન માટે, સરકાર જાહેર સંપત્તિને થયેલા નુકસાન માટે વળતર આપે છે. પરંતુ જ્યાં સુધી ખાનગી સંપત્તિનો સવાલ છે, જે લોકોએ નુકસાન કર્યું છે તેઓ તે ભરપાઈ કરવા માટે જવાબદાર છે. તેથી, અમે જાહેર સંપત્તિને નુકસાન માટે જોગવાઈ કરીશું અને ખાનગી સંપત્તિ માટે અમે કહીશું કે જેઓ તેના માટે જવાબદાર છે તેમની પાસેથી વળતર વસૂલવામાં આવે.
Advertisement