પુણેમાં રંગેચંગે લગ્નનો જમણવાર પૂરો થયો એ પછી વધેલા ગુલાબ જાંબુના મુદ્દે કેટરર અને જેને ત્યાં લગ્ન હતા તેના સંબંધી વચ્ચે ઝપાઝપી થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
પુણેના શેવળેવાડી ખાતે રાજયોગ મંગલ કાર્યાલયમાં ગયા રવિવારે લગ્ન પ્રસંગે જમણવાર યોજાયો હતો. જમણવાર પૂરો થયો અને મહેમાનો વિદાય થવા પછી જેને ત્યાં લગ્ન હતા એ પરિવારના કેટલાક સંબંધીઓ જમવાનું કેટલું વધ્યું છે એ ચેક કરવા માટે કિચનમાં ગયા. તેમણે વધેલું ખાણું ઘરે લઈ જવા દેવાની વિનંતી કરી. એટલે ઈવેન્ટ મેનેજર દિપાંશુ ગુપ્તાએ તેમને પરવાનગી આપી હતી.
પરવાનગી મળતા સંબંધીઓ વધેલા ગુલાબ જાંબુને બોક્સમાં પેક કરવા માંડ્યા હતા. આ દરમિયાન દિપાંશુ ગુપ્તાએ તેમને અટકાવ્યા હતા અને જણાવ્યું હતું કે આ ગુલાબ જાંબુ વધેલા નથી પણ બીજે દિવસે લગ્નના જમણવાર માટે તૈયાર કરવામાં આવ્યા છે એ તમે લઈ શકો નહીં.
આ મુદ્દે ભારે તકરાર થઈ હતી. ઉગ્ર બોલાચાલી બાદ ઉસ્કેરાયેલા સંબંધોએ ઈવેન્ટ મેનેજરની મારપીટ કરી હોવાનો આક્ષેપ છે. આથી કેટરિંગ મેનેજ દિપાંશુ ગુપ્તાએ હડપસર પોલીસ સ્ટેશનમાં ચાર જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Advertisement