UAEમાં PM મોદીના સ્વાગત માટે દુબઈના બુર્જ ખલીફાને ભારતીય તિરંગાના રંગોમાં રંગવામાં આવ્યું છે. ભારતના રાષ્ટ્રધ્વજ પછી પીએમ મોદીની તસવીર પણ લગાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરીને સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચી ગયા છે. અબુધાબી એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ અબુ ધાબીમાં ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી.
Advertisement
Advertisement
ભારતીય તિરંગાની સાથે બુર્જ ખલીફા પર પીએમ મોદીની તસવીર પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઉપરાંત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત છે તેમ લાઇટોથી લખવામાં આવ્યું હતું.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी आधिकारिक यात्रा पर संयुक्त अरब अमीरात के अबू धाबी पहुंचे। यहां प्रधानमंत्री नरेंद्र मोदी द्विपक्षीय मुद्दों पर राष्ट्रपति शेख मोहम्मद बिन जायद अल नाहयान के साथ बैठक करेंगे pic.twitter.com/C9wa8aYHCY
— ANI_HindiNews (@AHindinews) July 15, 2023
આ પહેલા પીએમ મોદીની બુર્જ ખલીફાની મુલાકાત દરમિયાન પણ ભારતીય તિરંગો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે, ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે, બુર્જ ખલીફા પર ભારતીય તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी के UAE की आधिकारिक यात्रा से पहले दुबई के बुर्ज खलीफा ने कल भारतीय राष्ट्रीय ध्वज के रंग प्रदर्शित किए। pic.twitter.com/aq5AyZEkFJ
— ANI_HindiNews (@AHindinews) July 15, 2023
સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ UAEમાં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઉર્જા, ખાદ્ય સુરક્ષા, સંરક્ષણ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
Advertisement