નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકા પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી રાજદૂત યોશિતા સિંહ, અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુએ PM મોદીનું સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો પણ તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. પીએમ મોદી આજે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. આ પછી વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય વાતચીતનો કાર્યક્રમ પણ છે. અગાઉ, તેઓ યુએસના ઘણા વિદ્વાનો અને થિંક ટેન્ક જૂથોના સભ્યોને મળ્યા હતા.
Advertisement
Advertisement
એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
પીએમ મોદી અમેરિકાના JFK એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં ઘણા વરિષ્ઠ અધિકારીઓ તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી રાજદૂત યોશિતા સિંઘ અને અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.
પીએમ મોદી સાથે પ્રતિનિધિમંડળ પણ અમેરિકા પહોંચ્યું
પીએમ મોદીની સાથે મંત્રીઓની ટીમ અને ટ્રેડ ડેલિગેશન પણ અમેરિકા પહોંચી ગયું છે. આ પ્રતિનિધિમંડળમાં આઈટી, સંરક્ષણ, ઉડ્ડયન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા વિવિધ ક્ષેત્રોના લોકો છે. જ્યારે મંત્રીઓની ટીમમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની હાજરી નિશ્ચિત માનવામાં આવી રહી છે. આ પ્રવાસ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ, ટેક્નોલોજી, વ્યૂહાત્મક અને બિઝનેસ ડીલ થશે. પીએમ મોદી 20 અમેરિકન કંપનીઓના સીઈઓને પણ મળશે.
પીએમ અમેરિકા જવા રવાના થયા તેની અગાઉના 15 દિવસમાં જ અમેરિકાના 2 મોટા નેતા ભારત આવી ગયા હતા એ વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે પીએમ મોદીની આ મુલાકાત કેટલી મહત્વની છે.
એક તરફ અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન રાજનાથ સિંહને મળ્યા હતા. તે જ સમયે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા. અમેરિકાના સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે બંને દેશો વચ્ચે ઘણાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ડીલ થઈ છે. તેની જાહેરાત પીએમ મોદીના યુએસ પ્રવાસ દરમિયાન કરવામાં આવશે.
Advertisement