દિલ્હીઃ સરકારે મોબાઈલ વીડિયો કે ઓનલાઈન ગેમ્સને લઈને મોટી જાહેરાત કરી છે. હવે સરકાર આ ત્રણ પ્રકારની ગેમ પર પ્રતિબંધ લગાવશે જેના કારણે યુઝર્સને નુકસાન થાય છે અથવા તો નુકસાન થવાની શક્યતા છે. અથવા તો જે ગેમનું વ્યસન લાગે તેવી શક્યતા હોય છે. આવી ગેમ્સ પર ભારત સરકારે કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે સરકારે કહ્યું છે કે સરકાર આવી રમતોને મંજૂરી આપશે નહીં. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે તેમણે પહેલી વખત ઓનલાઈન ગેમિંગ માટે એક રૂપરેખા તૈયાર કરી છે, જે અંતર્ગત સરકાર દેશમાં 3 પ્રકારની ગેમને મંજૂરી આપશે નહીં.
Advertisement
Advertisement
કેવા પ્રકારની રમતો પર પ્રતિબંધ મૂકવામાં આવશે
મીડિયા અહેવાલો અનુસાર, કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સટ્ટાબાજી સાથે સંકળાયેલી અથવા વપરાશકર્તાઓ માટે નુકસાનકારક હોઈ શકે તેવી અને જે ગેમનું વ્યસન થવાની સંભાવના હોય એવી ગેમ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે હજુ સુધી આ અંગે કોઈ ચોક્કસ ગેમની યાદી જાહેર કરી નથી. બાળકો કે અન્યને ગેમની લતને કારણે મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે તેવા અનેક કિસ્સા દેશ-વિદેશમાં સામે આવ્યા છે.
PubG મોબાઈલ એપ પર પ્રતિબંધ
અગાઉ, PubG મોબાઇલ એપ્લિકેશનને ભારત સરકાર દ્વારા સુરક્ષા કારણોસર પ્રતિબંધિત કરવામાં આવી હતી. ડેટા સુરક્ષાના મુદ્દાઓને કારણે ભારત સરકાર દ્વારા Tiktok પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
Advertisement