દિલ્હીઃ સહારા ઈન્ડિયાની જાળમાં ફસાયેલા કરોડો રોકાણકારો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કર્યું છે. હવે સહારાના રોકાણકારો તેમના નાણાંનો દાવો કરી શકશે અને તેની સાથે રિફંડની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. પોર્ટલ લોન્ચ કરતા અમિત શાહે કહ્યું કે પોર્ટલ પર અરજી કર્યાના 45 દિવસમાં લગભગ એક કરોડ લોકોને તેમના નાણાં પાછા મળી જશે.
Advertisement
Advertisement
સરકારે અગાઉ 10 કરોડ રોકાણકારોને નાણાં પરત કરવાની જાહેરાત કરી હતી
આ અગાઉ સરકારે 29 માર્ચે કહ્યું હતું કે સહારા ગ્રૂપની ચાર સહકારી મંડળીઓના લગભગ 10 કરોડ રોકાણકારોને નવ મહિનાની અંદર નાણાં પરત કરવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે સહારા-સેબીના રિફંડ ખાતામાંથી રૂ. 5,000 કરોડ કોઓપરેટિવ સોસાયટીઝના સેન્ટ્રલ રજિસ્ટ્રારને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. અમિત શાહના જણાવ્યા અનુસાર, થાપણદારોને 5,000 કરોડ આપ્યા પછી, અમે ફરીથી સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવીશું અને તેમને વધુ પૈસા રિલીઝ કરવાનો અનુરોધ કરીશું.
સહારા રિફંડ પોર્ટલ શરૂ કરાયું
સહકાર મંત્રી અમિત શાહે સહારા ગ્રૂપની ચાર સહકારી મંડળીઓના વાસ્તવિક થાપણદારોના માન્ય દાવાની પ્રક્રિયા કરવા માટે સહારા રિફંડ પોર્ટલ શરૂ કર્યું છે. આ સહકારી મંડળીઓના નામ સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, સહારાયન યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ, હમારા ઈન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ છે. સહારા ગ્રૂપની આ સહકારી મંડળીઓમાં નાણાં જમા કરાવનારા રોકાણકારોને રાહત આપવા માટે સહકાર મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેને પગલે સુપ્રીમ કોર્ટે તેમના દાવાઓના સમાધાન માટે CRCSને 5,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.
Advertisement