જર્મનીની મોડલ થેરેસિયા ફિશ્ચરે કરાવેલી અનોખી સર્જરીએ દુનિયાભરમાં ચર્ચા જગાવી છે. સામાન્ય રીતે લોકો પ્લાસ્ટિક સર્જરી કરાવતા હોય છે. પરંતુ જર્મનીની આ મોડલે લંબાઈ વધારવા ઓપરેશન કરાવ્યું છે.
જર્મીની આ 31 વર્ષની મોડલ અંદાજે 1.32 કરોડ રુપિયાના ખર્ચે પગની લંબાઈ 5.5 ઈંચ વધારી છે.
પગની લંબાઈ વધતા મોડલની ઊંચાઈ 6 ફૂટ થઈ ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો દ્વારા થેરેસિયા ફિશ્ચરે લખ્યું કે, બાળપણથી તેના પગ ટૂંકા હોવાથી લોકો મજાક ઉડાવતા હતા. મોડલ બની ગયા પછી પગ ટૂંકા હોવાના મુદ્દે તેના પર કટાક્ષ થતા. ફેન્સ પણ તેના પર કટાક્ષ કરતા.
મોડલે બન્ને પગમાં ટેલેસ્કોપિક રોડ નાખીને લંબાઈ વધારવામાં આવી છે. ઓપરેશન પછી તેના પગની લંબાઈ 5.5 ઈંચ વધી જતા તેની કુલ લંબાઈ છ ફૂટ થઈ ગઈ છે.
મોડલે કહ્યું કે, તેનામાં આત્મવિશ્વાસ વધ્યો છે. તે ખૂબ જ ખુશ છે. ખૂબ સંતોષ થયો છે અને બાળપણથી લંઘુતાગ્રંથિમાંથી મુક્ત થઈ છે. લંબાઈ વધતા મોડલિંગ કરિયરમાં ફાયદો થશે તેવું પણ મોડલે જણાવ્યું છે.
Advertisement