વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે G-20 સમિટના પ્રથમ દિવસે જાહેરાત કરી હતી કે સંગઠનના તમામ સભ્ય દેશોએ નવી દિલ્હી ઘોષણાપત્રને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રશિયા-યુક્રેનના મુદ્દાને કારણે આ ઘોષણાપત્રને મંજૂર કરવામાં મુશ્કેલીઓ આવી રહી હતી. જો કે બાદમાં ભારતે ઘોષણાપત્રના પેરેગ્રાફમાં ફેરફાર કર્યા હતા, જેના કારણે તેને મંજૂરી આપવામાં સરળતા થઈ હતી.
Advertisement
Advertisement
આ ઘોષણાપત્રમાં ગ્લોબલ સાઉથની ચિંતાઓ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમાં મજબૂત, સતત, સંતુલિત અને સમાવેશી વિકાસના મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો છે. ભારતે ઘોષણાપત્રને મંજૂરી આપવામાં સહયોગ બદલ તમામ જી-20 સભ્ય દેશોનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ આ સંયુક્ત ઘોષણાપત્રને મંજૂરી મળવા પાછળ G20 શેરપાઓ, મંત્રીઓ અને અધિકારીઓનો આભાર માન્યો હતો અને સખત પરિશ્રમ માટે તેમની પ્રશંસા કરી હતી.
પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ 20 ટકા સુધી લઈ જવાનો પ્રસ્તાવ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G20 સમિટમાં જણાવ્યું હતું કે અમે વૈશ્વિક બાયોફ્યુઅલ ગઠબંધન બનાવી રહ્યા છીએ અને ભારત આપ સૌને આ પહેલમાં જોડાવા માટે આમંત્રિત કરે છે. ભારતે ‘પર્યાવરણ અને આબોહવા અવલોકનો માટે G20 સેટેલાઇટ મિશન’ શરુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હું પ્રસ્તાવ મૂકું છું કે G20 દેશો ‘ગ્રીન ક્રેડિટ પહેલ’ પર કામ કરવાનું શરૂ કરે. વિકસિત દેશો આમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભારતે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણને 20 ટકા સુધી લઈ જવા માટે વૈશ્વિક પહેલનો પ્રસ્તાવ મૂક્યો છે.
સમિટમાં ગ્લોબલ સાઉથ પર ધ્યાન કેન્દ્રિત
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના પ્રવક્તા વિન્સેન્ટ મેગ્વેન્યાએ કહ્યું કે અમે પીએમ મોદી અને ભારત સરકાર દ્વારા જી-20ની અધ્યક્ષતા દરમિયાન દર્શાવવામાં આવેલા નેતૃત્વથી ખૂબ જ ખુશ છીએ. પીએમ મોદીએ આ સમિટમાં ગ્લોબલ સાઉથ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને આ મંચોમાંથી ઘણી વખત બહાર રાખવામાં આવેલાં અનેક નાના વિકાસશીલ દેશો,ને સામેલ કરવામાં આવે અને તેમને સાંભળવામાં આવે તે સુનિશ્ચિત કર્યું હતું.
Advertisement