મૈસૂરમાં મોદી સરકારની વિદેશ નીતિ પર વાત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતમાં પ્રેસ સૌથી વધારે અનિયંત્રિત છે.
Advertisement
Advertisement
પ્રેસ સ્વતંત્રતા ઇન્ડેક્સમાં ભારતની રેન્કિંગ નબળી હોવાને લઈને એસ જયશંકરને પ્રશ્ન કરવામાં આવ્યો હતો અને તેના જવાબમાં તેમને કહ્યું કે શું તમે કલ્પના કરી શકો છો કો અફઘાનિસ્તાન આપણા કરતાં વધારે સ્વતંત્ર છે?
તેમણે પ્રેસની સ્વતંત્રતા ઇન્ડેક્સને માઇન્ડ ગેમ ગણાવી. એસ જયશંકરે કહ્યું કે આ માઈન્ડ ગેમ રમવાની રીતો છે, જે તે રેંકને ઓછું કરવા જેવું છે, જેને તમે પસંદ કરતા નથી.
રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સે ભારતને પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં 161માં નંબર અને અફઘાનિસ્તાનને 152માં સ્થાન પર રાખવામાં આવ્યો છે. પાછલા વર્ષે ભારત આ લિસ્ટમાં 150માં સ્થાન પર છે. એક વર્ષમાં ભારત 11 નંબર નીચે સરક્યું છે.
પ્રેસ સ્વતંત્રતા ઇન્ડેક્સ અનુસાર હવે ભારત પાકિસ્તાનથી પણ પાછળ થઇ ગયું છે. પાકિસ્તાન 150માં સ્થાન પર પહોંચી ગયું છે. આ ઇન્ડેક્સના આધાર પર પાંચ સિરીઝ છે, જેમાં કોઈ દેશના પ્રદર્શનનું આંકલન કરવામાં આવે છે, જેમ કે રાજનીતિ વ્યવસ્થા, આર્થિક સ્થિતિ, કાયદાકીય માળખું, સામાજિક-સાંસ્કૃતિક માનક અને પત્રકારોની સુરક્ષા.
3 મેના દિવસે પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાના સૌથી મોટી લોકશાહીમાં પ્રેસની આઝાદી ખતરામાં છે.
Advertisement