દિલ્હી: સમગ્ર દુનિયાની નજર રશિયાના લુના-25 અને ભારતના ચંદ્રયાન-3 વચ્ચેની સ્પર્ધા પર હતી. પરંતુ આ દરમિયાન સમાચાર આવ્યા કે લુના-25 ચંદ્ર પર ઉતરવામાં નિષ્ફળ રહ્યું છે. જો કે છેલ્લાં ચાર વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો લગભગ ચાર દેશો એવા છે જેમને ચંદ્ર પર ઉતરવામાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે. ખાસ વાત એ છે કે આમાંથી ભારત એકમાત્ર એવો દેશ છે જેણે ચંદ્રયાન-2ની નિષ્ફળતા બાદ ચંદ્ર પર પાછા ફરવાની હિંમત એકઠી કરી છે. એટલા માટે હવે સમગ્ર વિશ્વની નજર ભારતના ચંદ્રયાન-3 પર કેન્દ્રિત છે અને લેન્ડિંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
Advertisement
Advertisement
અત્યાર સુધી આ દેશોએ પ્રયાસ કર્યા
ભારત (ચંદ્રયાન-2), ઈઝરાયેલ (બેરેશીટ), જાપાન (હાકુટો-આર) અને રશિયા (લુના-25) એ ચાર દેશોમાં સામેલ છે જ્યાં ખાનગી અંતરિક્ષ એજન્સીઓ અથવા સરકારોએ ચંદ્ર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તે બધાને મિશનમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે. રસપ્રદ વાત એ છે કે, દરેક વખતે અંતિમ ઉતરાણ પ્રક્રિયા દરમિયાન યાન નિષ્ફળ ગયા અને ચંદ્રની સપાટી પર તૂટી પડ્યા હતા.
ભારત માટે તે કેમ ખાસ છે ?
વર્ષ 2019માં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઈસરોના તત્કાલીન અધ્યક્ષ કે સિવને લેન્ડિંગ પ્રક્રિયાને ’15 મિનિટનો આતંક’ ગણાવ્યો હતો. હવે ખાસ વાત એ છે કે જે દેશોએ ચંદ્ર પર ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો છે તેમાંથી ભારત એકમાત્ર એવો દેશ છે જે બીજી વખત આ પ્રયાસ કરી રહ્યો છે. 2019માં ચંદ્રયાન-2ની નિષ્ફળતામાંથી શીખીને, ચંદ્રયાન-3માં સુરક્ષાના ઘણાં પગલાં લેવામાં આવ્યા છે.
ચીન પ્રથમ પ્રયાસમાં જ સફળ થયું હતું
એવું કહેવાય છે કે ચંદ્ર પર ઉતરવાના સૌથી સફળ પ્રયાસો 1966 અને 1976ના દાયકામાં થયા હતા. પરંતુ તાજેતરના સમયમાં ચંદ્ર પર ઉતરાણ કરવામાં ચીન ખૂબ સફળ રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, 2013માં ડ્રેગન સ્પેસક્રાફ્ટ ચાંગી-3 પ્રથમ વખત ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરવામાં સફળ રહ્યું હતું. તે પછી, ચીનને વધુ એક સફળતા મળી અને વર્ષ 2019 માં ચાંગ-ઇ 4 પણ ચંદ્ર પર ઉતરવામાં સફળ રહ્યું હતું.
ચંદ્રયાન-3ના ઉતરાણની પ્રતિક્ષા
ચંદ્રયાન-3ને 14 જુલાઈએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી ચંદ્ર પર મોકલવામાં આવ્યું હતું. હવે એવી સંભાવના છે કે વિવિધ તબક્કાઓની સફળતા બાદ ચંદ્રયાન-3 આવતીકાલે એટલે કે 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરી શકે છે.
દરમિયાન, ઈસરોના ચેરમેન એસ સોમનાથે વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ થશે. બધું બરાબર ચાલી રહ્યું છે, ક્યાંય કોઈ સમસ્યા નથી. તેથી અમને આ મિશનની સફળતાની ખાતરી છે. આજે અને કાલે લેન્ડર અને રોવરનું ડબલ હેલ્થ ચેકઅપ કરવામાં આવશે, જેથી લેન્ડિંગ દરમિયાન અને લેન્ડિંગ પછી કોઈ સમસ્યા ન થાય.
Chandrayaan-3 Mission:
The mission is on schedule.
Systems are undergoing regular checks.
Smooth sailing is continuing.The Mission Operations Complex (MOX) is buzzed with energy & excitement!
The live telecast of the landing operations at MOX/ISTRAC begins at 17:20 Hrs. IST… pic.twitter.com/Ucfg9HAvrY
— ISRO (@isro) August 22, 2023
Advertisement