બ્રિટિશના પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનની પત્ની કેરી જોન્સને શુક્રવારે ઇન્સ્ટ્રગ્રામ પર જાહેરાત કરી છે કે તે ત્રીજા બાળક સાથે ગર્ભવતી છે અને થોડા અઠવાડિયા પછી બાળક આવશે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેણે બે બાળકો સાથે હાથ પકડેલી તસવીર શેર કરી છે અને તેમાં લખ્યું છે કે, ટીમનો નવો સભ્ય થોડા અઠવાડિયામાં આવી રહ્યો છે.
Advertisement
Advertisement
છેલ્લાં આઠ મહિનામાં હું ખૂબ જ થાકી ગઇ છું પરંતુ અમે આ નાનાને મળવા માટે રાહ જોઇ શકતા નથી. વિલ્ફ ફરીથી મોટો ભાઇ બનવા માટે ઉત્સાહિત છે અને તેના વિશે સતત વાત કરી રહ્યો છે. રોમીને નથી ખબર કે તેની પાસે શું આવી રહ્યું છે તે જલ્દી જ જાણી જશે. મળતા અહેવાલો મુજબ ૩૫ વર્ષીય મિસિસ જ્હોન્સન બ્રિટિશ મીડિયા કન્સલન્ટન્ટ છે અને કન્ઝર્વેટિવ પાર્ટી માટે મીડિયા અધિકારી તરીકે કામ કરે છે. તે ઓશનાની વરિષ્ઠ સલાહકાર પણ છે જે એક મહાસાગર સંરક્ષણ ચેરિટી છે.
મે ૨૦૨૧માં લગ્ન કરનાર આ દંપતીને પહેલાથી જ બે બાળકો છે. ત્રણ વર્ષનો વિલ્ફ અને બે વર્ષની રોમી. વિલ્ફનો જન્મ એપ્રિલ ૨૦૨૨માં અને રોમીનો જન્મ ૨૦૨૧માં થયો હતો. ઉલ્લેખનીય છે કે, ૫૮ વર્ષીય બોરિસ જ્હોન્સનનું આ આઠમું બાળક છે. આ પહેલાંના લગ્નથી બોરિસ જ્હોન્સનને ચાર બાળકો છે જ્યારે એક બાળક અફેરથી છે
Advertisement