વિવિધતાને દેશની તાકાત ગણાવતા સંઘના વડા મોહન ભાગવતે રાજકીય પક્ષોને સત્તા માટે મર્યાદા ન ભૂલવાની સલાહ આપી છે. સંઘ શિક્ષા વર્ગના ત્રીજા વર્ષના સમાપન સમારોહને સંબોધતા આરએસએસના વડા ભાગવતે કહ્યું કે આપણે એ વાતનો સ્વીકાર કરવો પડશે કે આપણા પૂર્વજો અહીંના જ હતા, ભલે પૂજા-પાઠની પદ્ધતિ અલગ હોય. વિદેશી આક્રમણકારો આપણા પૂર્વજો ન હતા.
Advertisement
Advertisement
વિદેશી આક્રમણકારો વિશે મહત્વપૂર્ણ ટિપ્પણી
સંઘ પ્રમુખે કહ્યું કે દેશની જૂની પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ રાજકીય પક્ષોએ સત્તા માટે હદ વટાવવાનું તેમનું વલણ છોડવું પડશે. વિદેશી આક્રમણ પહેલા પણ સાંસ્કૃતિક વિવિધતા આપણી સંસ્કૃતિનો એક ભાગ હતી. જેના કારણે અહીં યહૂદીઓ, પારસીઓ અને તમામ સંપ્રદાયોને સ્થાન મળ્યું. પરંતુ અફસોસની વાત એ છે કે સેંકડો વર્ષની ગુલામી પછી વિદેશી આક્રમણકારો તો જતા રહ્યા પણ તેમના પહેલાંની સાંસ્કૃતિક વિવિધતાને સ્વીકારવાની સંસ્કૃતિ અહીં પાછી ફરી નથી.
આ ઉપરાંત, આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે સ્પેનથી લઈને મંગોલિયા સુધી આખી દુનિયામાં ઈસ્લામનું આક્રમણ થયું. ધીરે ધીરે ત્યાંના લોકો જાગ્યા, તેમણે આક્રમણકારોને હરાવ્યાં, પછી ઇસ્લામ તેના કાર્યક્ષેત્રમાં સંકોચાઈ ગયો. બધાએ બધું બદલી નાખ્યું. હવે વિદેશીઓ તો અહીંથી ચાલ્યા ગયા છે, પણ ઇસ્લામની ઇબાદત ક્યાં સલામત રીતે ચાલે છે, અહીં જ સલામત રીતે ચાલે છે. કેટલીય સદીઓથી આ સહજીવન ચાલ્યું આવે છે. તેને ન ઓળખીને, પરસ્પર મતભેદો જાળવે તેવી નીતિ ચલાવવી, આવું કરીશું તો કેવી રીતે થશે.
સમારોહને સંબોધતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેમ ઉનાળામાં વરસાદી ઝાપટા સુખદ લાગતા હોય છે, તેવી જ રીતે આઝાદીના 75 વર્ષ પછી પણ આપણે જેવી રીતે આવી સુખદ અનુભૂતિનો અનુભવ કરી રહ્યા છીએ, તેવી જ રીતે ચિંતિત કરનારું દ્રશ્ય આપણને આ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે. હાલના સમયે, દેશમાં ઘણા પ્રકારના વિખવાદો છે, ભાષા, પંથ, સંપ્રદાય, મળનારી સુવિધાઓ માટે વિવાદો છે એટલું જ નહીં, પરંતુ તે એટલી હદે વધી જાય કે આપણે પરસ્પર હિંસા કરવા લાગ્યા. આપણા દેશની સરહદો પર, આપણી આઝાદી પર ખરાબ નજર રાખનારા દુશ્મનો બેઠા છે, આપણે તેમને આપણી તાકાત નથી બતાવતા , આપણે અંદરોઅંદર જ લડી રહ્યા છીએ.
Advertisement