એલન મસ્કે કહ્યું છે કે ટ્વિટરને ટૂંક જ સમયમાં નવા સીઈઓ મળશે. તેમને કહ્યું છે કે ટ્વિટરનું નેતૃત્વ કરનારા સીઈઓ તેમને મળી ગયા છે. મસ્કે ટ્વિટર પર આની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
પાછલા વર્ષે તેમને ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું. મસ્કે ટ્વિટરના નવા સીઈઓના નામની જાહેરાત તો કરી નથી પરંતુ કહ્યું છે કે તેઓ છ સપ્તાહમાં કામ શરૂ કરી દેશે.
આ પછી મસ્ક એક્ઝિક્યુટિવ ચેરમેન અને ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે કાર્યભાર સંભાળશે. તેમનું કામ પ્રોડક્ટની દેખરેખ કરવાનું રહેશે.
મસ્ક પર ટ્વિટરનું નેતૃત્વ કરવા માટે નવા CEOની નિમણૂક કરવાનું દબાણ હતું જેથી તેઓ તેમના અન્ય વ્યવસાયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
ગયા વર્ષે ટ્વિટર યુઝર્સે તેને ઓનલાઈન પોલમાં સીઈઓ પદ છોડવા કહ્યું હતું. આ પછી તેમણે કહ્યું, “ટ્વિટરને જીવતું રાખવાની નોકરી કોઈ ઈચ્છતું નથી.”
જોકે મસ્કે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં ટ્વિટરની લગામ અન્ય કોઈને સોંપશે. તે સમયે તે આ કામ ક્યારે કરશે તે ખબર ન હતી. મસ્કની આ જાહેરાત બાદ તેની કંપની ટેસ્લાના શેરના ભાવ વધી ગયા.
શેરધારકોએ ટ્વિટર એક્વિઝિશન પછી મસ્ક પર ટેસ્લા પર ધ્યાન ન આપવાનો આરોપ મૂક્યો હતો. જેના કારણે આ કાર કંપનીની બ્રાન્ડ વેલ્યુ ઘટી રહી હતી.
Advertisement