આગામી લોકસભા 2024 ચૂંટણી પહેલા કેટલાંક રાજ્યોમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય રાજકીય પક્ષો સહિત તમામ રાજકીય પક્ષો ચૂંટણીઓની તૈયારીમાં વ્યસ્ત બન્યા છે. તમામ પક્ષ પોતાની રીતે ચૂંટણી માટે વ્યૂહનીતિ ઘડવાની કામગીરી કરી રહ્યા છે.
Advertisement
Advertisement
દરમિયાન, ચૂંટણી પંચે વિધાનસભાની સાત બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરી છે. તે મુજબ છ રાજ્યોની સાત વિધાનસભાની પેટાચૂંટણી આગામી 5 સપ્ટેમ્બરે યોજાશે. ચૂંટણી પંચે છ રાજ્યોની સાત વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણીપંચની જાહેરાત મુજબ જે રાજ્યોમાં પેટાચૂંટણી યોજાવાની છે તેમાં ઝારખંડ, ત્રિપુરા, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ ઝારખંડની ડુમરી વિધાનસભા સીટ જગરનાથ મહતોના નિધન બાદ ખાલી પડી હતી. એ જ રીતે, કેરળમાં પુથુપલ્લી વિધાનસભા બેઠક ઓમાન ચાંડી, ત્રિપુરાના બોક્સાનગરની બેઠક સમસુલ હક, પશ્ચિમ બંગાળમાં ધૂપગુરી (એસસી) વિધાનસભા બેઠક પર બિષ્ણુ પાંડે અને ઉત્તરાખંડમાં બાગેશ્વર (એસસી) બેઠક ચંદન રામ દાસના મૃત્યુ પછી ખાલી પડી હતી. ત્રિપુરાની અન્ય એક ધાનપુર વિધાનસભા બેઠક પ્રતિમા ભીમિકના રાજીનામાને પગલે ખાલી પડી હતી. તેવી જ રીતે ઉત્તર પ્રદેશની ઘોસી વિધાનસભા બેઠક દારા સિંહ ચૌહાણના રાજીનામા બાદ ખાલી પડી હતી.
છ રાજ્યોની સાત વિધાનસભાની પેટાચૂંટણી માટેનું જાહેરનામુ આગામી 10 ઓગસ્ટના રોજ બહાર પડશે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ રહેશે. 18 ઓગસ્ટે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ રહેશે. છ રાજ્યોની સાત વિધાનસભાની પેટાચૂંટણી માટે 5 સપ્ટેમ્બરે મતદાન યોજાશે. જ્યારે મતગણતરી 8 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. તે જ દિવસે પરિણામ જાહેર થશે.
Advertisement