હાલના સમયમાં સમગ્ર દુનિયામાં હરવા ફરવામાં ચીનના લોકો સૌથી આગળ છે અને આ બાબતમાં અમેરિકાના લોકોને પણ પાછળ રાખ્યા છે તેમ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે. વધુમાં સંસ્થાના કહેવા મુજબ ૨૦૧૯માં ચીનના ૧૬૦ મિલિયન લોકોએ વિદેશ યાત્રા કરી હતી અને તેની પાછળ ચીનના લોકોેએ ૨૭૭ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. વિદેશ યાત્રાઓ કરનારા દેશના લોકોના લિસ્ટમાં ભારત ટોપ ૧૦માં પણ નથી. ચીનના લોકો પોતાની લાંબી અને ખર્ચાળ યાત્રાને લઇને ઘણા જાણીતા પણ છે, જેમાં તેઓ એક ટ્રીપમાં કોઇ એક દેશ આખો જોઇ લેવાનું પસંદ કરતા હોય છે. ભારત સહિત એશિયાના કોઇ દેશોના લોકો આ મામલે ચીનથી ઘણા પાછળ છે. યાત્રાના જાણકારોનું માનવું છે કે, ચીનમાં ૭૦ના દાયકા બાદ આર્થિક પ્રગતિના લીધે મિડલ ક્લાસમાં સતત વધારો થતો ગયો હતો. આજે ચીનના ૬૮ ટકા લોકો મિડલ ક્લાસમાં ગણાય છે. તેઓ ખાવા પીવાની, રહેવાની અને બીજી જરૃરિયાતો પછી પણ ખાસી એવી આવક વધતી હોય છે જે તેઓ હરવા ફરવામાં વાપરીને આનંદ મેળવે છે. આજના સમમયાં ચીનમાં ૪૦૦ મિલિયન લોકોની સામે ભારતમાં માત્ર ૬૦ મિલિયન લોકો જ મિડલ ક્લાસ છે. ભારતમાં મિડલ ક્લાસની આવક ચીનના મિડલ ક્લાસની આવક કરતાં ઘણી ઓછી છે. ઘણાં વર્ષો સુધી ચીનના લોકો પોતાના જ દેશમાં પૂરાઇ રહ્યા હતા અને ૧૯મી સદીમાં જ્યારે પ્રતિબંધ હટયા ત્યારે લોકો દુનિયા જોવાની ઉત્સુકતામાં ચીનમાંથી બહાર જવાનું પસંદ કરવા લાગ્યા હતા. ચીની ફિલોસોફર કન્ફ્યુશિયસની ફિલોસોફી ચીનમાં પ્રભાવ ધરાવે છે અને તેમણે પણ ભણતર પર ભાર મુક્યો હતો. આમ ચીનના લોકો તેમના પ્રભાવ હેઠળ પર પણ બહારની દુનિયા જોવામાં ઉતાવળા હતા. ચીનની સરકારે પણ લોકો હરવા ફરવા જાય તે માટેની નીતિ ૨૦૧૩માં લોન્ચ કરી હતી જેને લીધે ટ્રાવેલ એજન્સિઓને પણ ચીને આર્થિક મદદ કરવા માંડી હતી. ચીનના બીજા ઘણા દેશો સાથે વિઝા ફ્રી ટ્રાવેલ માટે કરાર થયા હતા જેને લીધે વિદેશ જનારાઓની સંખ્યમાં ભારે ઉછાળ્યો આવ્યો હતો. ભારતમાં ૨૦૧૫થી ઇન્ક્રોડિબલ ઇન્ડિયા કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેનું મુખ્ય કામ ભારતના જ વિવિધ સ્થળો તરફ લોકોને આકર્ષવાનું હતું પણ ભારતીયો વિદેશ યાત્રા કરે તે પ્રકારની કોઇ યોજના પર સરકારે હજી વિચાર કર્યો નથી. ૨૦૧૮ના ડેટા પ્રમાણે ભારતના લોકોએ વિદેશોની ૨૮ મિલિયન ટ્રીપ કરી હતી પણ બીજા દેશોના મુકાબલે આ આંકડો ખાસ વધારે નથી.
Advertisement
Advertisement
Advertisement