‘સારે જહાં સે અચ્છા’ના રચયિતા મોહમ્મદ ઈકબાલ વિશેનું પ્રકરણ દિલ્હી યુનિવર્સિટી (DU)ના પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમમાંથી હટાવી દેવામાં આવ્યું છે. આ અંગે વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, કેટલાંક સમર્થન આપી રહ્યા છે તો કેટલાક તેના પર વિવાદ ઊભો કરી રહ્યા છે. હવે દિલ્હી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર યોગેશ સિંહે પહેલીવાર આ અંગે સ્પષ્ટતા આપી છે.
Advertisement
Advertisement
વીસી આ નિર્ણયની વિરુદ્ધ કે તરફેણમાં?
તેમણે કહ્યું છે કે મને સમજાતું નથી કે અમે છેલ્લાં 75 વર્ષથી તેમનું પ્રકરણ કેમ વાંચી રહ્યા છીએ. હું સંમત છું કે તેમણે સારે જહાં સે અચ્છા જેવું ગીત લખીને ભારતની સેવા કરી હતી, પરંતુ તેમણે પોતે ક્યારેય તેના પર વિશ્વાસ કર્યો ન હતો. તો બીજી તરફ વીર સાવરકર પરના પ્રકરણને અભ્યાસક્રમમાં ઉમેરવા અંગે યોગેશ સિંહે કહ્યું કે સાવરકરના મહત્વને ઓછું આંકી શકાય નહીં, તેમણે દેશની આઝાદી માટે ઘણું કર્યું છે.
આ વિવાદાસ્પદ નિર્ણય ક્યારે લેવામાં આવ્યો?
જો કે, DU એ અગાઉ એક નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇકબાલ ભારતના વિભાજનનો પાયો નાખનારા વ્યક્તિ હતા, તેઓ પાકિસ્તાનની માંગ કરનાર પણ પ્રથમ વ્યક્તિ હતા, તેથી તેમને અભ્યાસક્રમનો હિસ્સો બનાવી શકાય નહીં. કેટલાક સભ્યોની અસહમતિ હોવા છતાં દિલ્હી યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલે ચાર વર્ષના સંકલિત શિક્ષણ કાર્યક્રમને લાગુ કરવા જેવા કેટલાંક વિવાદાસ્પદ પ્રસ્તાવો સહિત અન્ય ઘણાં પ્રસ્તાવોને પણ મંજૂરી આપી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કાઉન્સિલે બીએ પોલિટિકલ સાયન્સ કોર્સમાંથી પાકિસ્તાનના રાષ્ટ્રીય કવિ મોહમ્મદ ઇકબાલ પરના એક પ્રકરણને હટાવવા સહિત અનેક અભ્યાસક્રમો બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. તે અંગે અંતિમ નિર્ણય એક્ઝિક્યુટિવ કાઉન્સિલ લેશે તેમ જણાવાયું હતું.
કોણ હતા મોહમ્મદ ઈકબાલ?
અવિભાજિત ભારતના સિયાલકોટમાં 1877માં જન્મેલા મોહમ્મદ ઈકબાલે પ્રખ્યાત ગીત ‘સારે જહાં સે અચ્છા’ લખ્યું હતું. ઘણીવાર તેમને પાકિસ્તાનનો વિચાર આપવાનો શ્રેય અપાય છે. ઈકબાલ ઉર્દૂ અને ફારસી કવિઓમાંના એક હતા. ભાગલા બાદ ઈકબાલ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા.
Advertisement