અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતમાં કેટલીક અમેરિકન પ્રોડક્ટ્સ, ખાસ કરીને હાર્લી-ડેવિડસન બાઇક પર ખૂબ ઊંચા ટેક્સનો મુદ્દો ઉઠાવ્યો છે. આ સાથે તેમણે સત્તામાં પાછા ફરવા પર ભારત પર સમાન ટેક્સ લાદવાની પણ ધમકી આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિ તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે ભારતને ‘ટેક્સ કિંગ’ ગણાવ્યું હતું. એટલું જ નહીં, મે 2019 માં, યુએસ માર્કેટમાં ભારતને પ્રાધાન્ય આપતી જનરલાઇઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સ (GSP) નાબૂદ કરવામાં આવી હતી.
Advertisement
Advertisement
ટ્રમ્પે ભારતના ટેક્સ રેટને ખૂબ વધુ ગણાવ્યો હતો
ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે ભારતે અમેરિકાને તેના માર્કેટમાં યોગ્ય પ્રવેશ આપ્યો નથી. ફોક્સ બિઝનેસ ન્યૂઝના લેરી કુડલો સાથેની મુલાકાતમાં ટ્રમ્પે ભારતના ખૂબ વધારે ટેક્સ દરો પર સવાલ ઉઠાવ્યા હતા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું, ‘હું બીજી વસ્તુ ઇચ્છું છું તે સમાન ટેક્સ છે. તેમણે કહ્યું, ભારત વધુ ટેક્સ લે છે, મેં તે હાર્લી-ડેવિડસન (બાઈક)ના મામલે જોયું છે. મેં એમ પણ કહ્યું કે તમે ભારત જેવી જગ્યાએ કેવી સ્થિતમાં છો ? તેઓ 100 ટકા, 150 ટકા અને 200 ટકા ટેક્સ લાદે છે.
બ્રાઝિલની ટેક્સ સિસ્ટમ પર પણ સવાલ ઉઠાવ્યા
ડોનાલ્ડ ટ્રમ્પે વાતચીતમાં આગળ કહ્યું, ‘મારે બસ આટલું જ જોઈએ છે… ભારત આપણા પર ટેક્સ લગાવી રહ્યું હોય તો આપણે પણ તેના પર ટેક્સ લગાવવો જોઈએ. તેમણે ભારત અને બ્રાઝિલની ટેક્સ સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા હતા. ટ્રમ્પે વધુમાં કહ્યું કે ભારત અમેરિકાના ઉત્પાદનો પર ઘણો ટેક્સ લગાવે છે, તેથી અમેરિકાએ પણ ભારતના ઉત્પાદનો માટે સમાન વલણ અપનાવવું જોઈએ. ભારત આપણા ઉત્પાદનો પર એટલો બધો ટેક્સ લગાવે છે કે કોઈ તે ખરીદવા માંગતું જ નથી હોતું.
ટ્રમ્પ અનેક કોર્ટ કેસ અને આરોપોનો સામનો કરી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલના દિવસોમાં ઘણાં કોર્ટ કેસ અને આરોપોનો સામનો કરી રહ્યા છે. ટ્રમ્પે 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે, તેમણે રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે બુધવારની પ્રથમ પ્રાથમિક ચર્ચામાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો.
Advertisement