ચક્રવાત ‘બિપરજોય’ એ ભારતના પશ્ચિમ કિનારા પર તેનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. મુંબઈથી કેરળ સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયાની વચ્ચેથી ઊંચા-ઉંચા મોજા ઉછળીને કિનારે આવી રહ્યા છે. ચક્રવાતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વિજ્ઞાન ભવન ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આપત્તિ વ્યવસ્થાપન મંત્રીઓ સાથે આયોજિત બેઠકની અધ્યક્ષતા કરી અને ચક્રવાતી તોફાનના સંદર્ભમાં રાજ્યોની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
Advertisement
Advertisement
આપત્તિને પહોંચી વળવા ટીમો તૈનાત: અમિત શાહ
ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ચક્રવાત બિપરજોયનો ખતરો તોળાઈ રહ્યો છે. સમીક્ષા બેઠક બાદ ગૃહમંત્રી અમિત શાહે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે ચક્રવાતનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોઈપણ પ્રકારની આપત્તિને પહોંચી વળવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે દેશમાં આપત્તિનો સામનો કરવા માટે ડિઝાસ્ટર ઇન્ફર્મેશન સિસ્ટમ પોર્ટલ, 112 સપોર્ટ સિસ્ટમ્સ, 241 યુનિવર્સિટીઓ તૈયાર કરવામાં આવી છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં કેન્દ્ર સરકાર અને રાજ્યોએ આ ક્ષેત્રમાં ઘણું હાંસલ કર્યું છે. તે વાતને કોઈ નકારી શકે તેમ નથી. પરંતુ આપણે સંતુષ્ટ ન થઈ શકીએ કારણ કે આફતોએ તેમનું સ્વરૂપ બદલ્યું છે અને તેમની આવૃત્તિ અને તીવ્રતા વધી ગઈ છે. આપણે વધુ વ્યાપક યોજના તૈયાર કરવી પડશે. ઘણાં નવા વિસ્તારોમાં પણ આપત્તિનો અનુભવ થઈ રહ્યો છે. આ બધા માટે આપણે આપણી જાતને તૈયાર કરવી પડશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વધુમાં કહ્યું કે મારો વિભાગ તમારા દ્વારા રેકોર્ડ સ્તરે અપાયેલા નિવેદનોનો મુદ્દાસર અભ્યાસ કરશે અને રાજ્યોને પ્રતિક્રિયા આપશે. આ અંગે શું પગલાં લઈ શકાય તેના પર આગામી સમયમાં ચર્ચા કરીશું.
Advertisement