દિલ્હી પોલીસે સગીર કુસ્તીબાજની જાતીય સતામણીના મામલામાં બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને ક્લિનચીટ આપી દીધી છે. દિલ્હી પોલીસે આજે બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ 7 કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો પર બે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે, 6 પુખ્ત મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જ્યારે બીજી ચાર્જશીટ સગીરની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં પતિયાલા કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સગીર દ્વારા લગાવવામાં આવેલા આરોપોમાં દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણને ક્લિનચીટ આપી દીધી છે.
Advertisement
Advertisement
સગીરાના કેસમાં દિલ્હી પતિયાલા હાઉસ કોર્ટમાં કેન્સલેશન રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. 4 જુલાઈના રોજ તેની આગામી સુનાવણી થશે. જ્યારે કોઈ કેસમાં સમર્થન પુરાવા મળતા નથી એવા કેસોમાં કેન્સલેશન રિપોર્ટ દાખલ કરવામાં આવે છે. પૂર્વ WFI ચીફ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીના આરોપમાં ચાર્જશીટ અંગે વિશેષ સરકારી વકીલ અતુલ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે IPCની કલમ 354, 354D, 354A અને 506(1) હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
બીજી તરફ દિલ્હી પોલીસના પીઆરઓ સુમન નલવાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તેમણે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કલમ 354, 354-એ અને ડી હેઠળ અને વિનોદ તોમર વિરુદ્ધ કલમ 109, 354, 354 (A) અને 506 હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે. અમે ફરિયાદી અને કથિત આરોપીના નિવેદન હેઠળ POCSO કેસમાં કેન્સલેશન રિપોર્ટ દાખલ કર્યો છે.
બ્રિજભૂષણ સામે જાતીય સતામણીનો કેસ દાખલ કરનાર સગીરા મહિલા કુસ્તીબાજે પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું. અગાઉ તેના નિવેદનમાં સગીર કુસ્તીબાજે બ્રિજભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો, બાદમાં તેણે પોતાનું નિવેદન બદલીને કુસ્તી એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાના પ્રથમ નિવેદનમાં સગીરાએ જાતીય શોષણનો આક્ષેપ કર્યો હતો. પરંતુ પછી તેણે જાતીય સતામણીનો આરોપ પાછો લઈ લીધો અને કહ્યું કે મારી પસંદગી થઈ ન હતી, મેં ખૂબ મહેનત કરી હતી, હું હતાશ હતી, તેથી જ મેં ગુસ્સામાં આવી જઈને જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો હતો.
Advertisement