દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં મોટી આગ લાગી હોવાના સમાચાર છે. દરમિયાન આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગના સમાચાર મળતાં જ હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી.
Advertisement
Advertisement
ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
અહેવાલો અનુસાર, એઈમ્સના ઈમરજન્સી વોર્ડ પાસે આવેલા એન્ડોસ્કોપી રૂમમાં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મળી રહી છે કે આગ ઈમરજન્સી વોર્ડમાં ફેલાઈ ગઈ છે. ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
#WATCH दिल्ली: एम्स के एंडोस्कोपी रूम में आग लगी। सभी लोगों को निकाला गया है। दिल्ली अग्निशमन सेवा का कहना है कि दमकल की 6 से अधिक गाड़ियां भेजी गईं हैं।
अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/oVG3TEDjmq
— ANI_HindiNews (@AHindinews) August 7, 2023
દર્દીઓને બચાવવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરાયું
દરમિયાન, ફાયર બ્રિગેડના કર્મચારીઓએ દર્દીઓને સુરક્ષિત રીતે બચાવવા માટે યુદ્ધના ધોરણે ઝડપી કાર્યવાહી શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ તમામ દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.
Advertisement