ચક્રવાત મોકા ખુબ જ ઝડપ સાથે આગળ વધી રહ્યું છે. તે ગઈ કાલે 12 મેના રોજ સવારે 5.30 વાગ્યે જ ભયંકર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું હતું. હાલમાં તેને રૂદ્ધ સ્વરૂપ ધારણ કરી લીધું હોવાનું હવામાન વિભાગના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે. 12 મે 2023 ની સવારે તે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીને અડીને આવેલા મધ્ય ભાગમાં કેન્દ્રિત હતું. IMDએ ચેતવણી આપી છે કે આ પછી ચક્રવાત વધુ તીવ્રતા સાથે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી શકે છે.
Advertisement
Advertisement
ક્યારે અને ક્યાં ત્રાટકશે
તે 14 મેની બપોરે બાંગ્લાદેશના કોક્સ બજાર અને મ્યાનમારના ક્યાવપ્યુ વચ્ચે દક્ષિણપૂર્વ બાંગ્લાદેશ અને ઉત્તર મ્યાનમારના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. મોકા બાંગ્લાદેશ અને મ્યાનમારના સરહદી વિસ્તારોમાં ત્રાટકી શકે છે. તે 14મીએ સવારે કોક્સ બજાર (બાંગ્લાદેશ) અને ક્યાવપ્યુ (મ્યાનમાર) ની વચ્ચે ક્યાંક અથડાવાની ધારણા છે. આ દરમિયાન 150-160 kmph થી 175 kmphની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આ ચક્રવાતને કારણે 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ચક્રવાત મોકા લેન્ડફોલ કરતા પહેલા થોડું નબળું પડી શકે છે. તે છતાં ચક્રવાત 120 કિમી પ્રતિ કલાકથી વધુ અને 140 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે ખૂબ જ ગંભીર ચક્રવાતના રૂપમાં વાવાઝોડો ત્રાટકી શકે છે.
બંગાળમાં NDRF તૈનાત
ચક્રવાતને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળમાં NDRFની આઠ ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRFની 2જી બટાલિયનના કમાન્ડન્ટ ગુરમિન્દર સિંઘે જણાવ્યું હતું કે, “અનુમાન અનુસાર, 14 મેના રોજ મોકા રોદ્ધ સ્વરૂપ ધારણ કરી શકે છે. અમે 8 ટીમો તૈનાત કરી છે. NDRFના 200 જવાનો જમીન પર તૈનાત છે અને 100 જવાનો સ્ટેન્ડબાય પર છે.
ભારે વરસાદની આગાહી
હવામાન એજન્સીએ ચક્રવાતી તોફાન ‘મોકા’ને જોતા ગુરુવારે ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યો અને આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે વરસાદની ચેતવણી જારી કરી છે. મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતની હિલચાલને કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળનો ભારતીય દરિયાકિનારો તોફાનથી સુરક્ષિત અંતરે હશે અને જમીન પર વાવાઝોડાથી કોઈ નુકશાન થાય તેવું દેખાઈ રહ્યું નથી. જોકે, આ રાજ્યોના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેશે. ભૂપ્રદેશ સાથે અથડાયા બાદ નબળું પડેલું વાવાઝોડું 14 અને 15 મે 2023ના રોજ ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદનું કારણ બની શકે છે.
હવામાન કચેરીએ માછીમારો, જહાજો, બોટ અને ટ્રોલર્સને રવિવાર સુધી મધ્ય અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને ઉત્તર આંદામાન સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. ચક્રવાતી તોફાનના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.
Advertisement