વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ તાજેતરમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટમાંથી નીકળેલા એરિસ પર તપાસ સંશોધન શરૂ કર્યું છે. WHOએ તેને વેરિએન્ટ ઓફ ઈન્ટરેસ્ટની શ્રેણીમાં સામેલ કર્યું હતું. મળતી માહિતી અનુસાર ગયા એપ્રિલથી અત્યાર સુધીમાં, ભારત સહિત વિશ્વના ઘણાં દેશોમાં કોરોનાના નવા વેરિઅન્ટ એરિસની ઓળખ કરવામાં આવી છે, જે EG.5 તરીકે ઓળખાય છે. સંશોધનકારોએ તેને વધુ ચેપી ગણાવીને તમામ લોકોને ચેપથી બચવા માટે સતર્ક કર્યા છે.
Advertisement
Advertisement
નવા વેરિઅન્ટ BA.2.86 વિશે ચેતવણી
દરમિયાન, સંશોધકોની ટીમે એરિસ પછી કોરોનાના અન્ય એક નવા વેરિઅન્ટ વિશે ચેતવણી આપી છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના ગુરુવારના અહેવાલ મુજબ, કોવિડના એક નવા સ્ટ્રેન, BA.2.86 વિશે માહિતી મળી છે. ઇઝરાયલ, ડેનમાર્ક અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત ઘણાં દેશોમાં તેના કેસો નોંધાયા છે.
રિસર્ચર્સની ટીમે કહ્યું કે આ કોરોનાના સૌથી વધુ મ્યુટેટેડ વર્ઝનમાંથી એક હોઈ શકે છે. સીડીસી નિષ્ણાતોએ કહ્યું કે, તેઓ વાયરસના આ નવા સ્ટ્રેનની પ્રકૃતિ પર નજર રાખી રહ્યા છે. આ તદ્દન નવો વેરિઅન્ટ છે તેથી જ અત્યાર સુધી તેના વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. તેના વિશે સમજવા માટે સંશોધન કરવામાં આવી રહ્યા છે.
‘વેરિઅન્ટ અંડર મોનિટરિંગ’
સીડીસીના પ્રવક્તા કેથલીન કોનલીએ જણાવ્યું હતું કે અમે હવે પહેલાની સરખામણીમાં કોરોનાના નવા વેરિઅન્ટને શોધી કાઢવા માટે વધુ તૈયાર છીએ. અમને કોરોનાના વધુ એક નવા વેરિઅન્ટ વિશે જાણવા મળ્યું છે, આ વેરિઅન્ટમાં વધુ મ્યુટેશન જોવા મળ્યા છે, એટલે કે તેનાથી ચેપ અને જોખમ ઝડપથી વધી શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ તેને ‘વેરિએન્ટ અંડર મોનિટરિંગ’ની શ્રેણીમાં સામેલ કર્યું છે. તાજેતરમાં ઘણાં દેશોમાં ઝડપથી ચેપનો દર વધારનારા એરિસ વેરિઅન્ટની સરખામણીમાં BA.2.86 માં મ્યુટેશન્સની સંખ્યા વધુ હોવાનું કહેવાય છે.
Advertisement