રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવારે આરોપી ભાજપના સાંસદ અને WFIના વિદાયમાન વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ તથા સહાયક સચિવ વિનોદ તોમરને મહિલા કુસ્તીબાજોના જાતીય સતામણીના કેસમાં જામીન આપ્યા હતા. સુનાવણી દરમિયાન, ફરિયાદી અને ફરિયાદીના વકીલોએ જામીન સામે વાંધો ઉઠાવ્યો ન હતો, પરંતુ શરતો લાદવાની વિનંતી કરી હતી. રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (એસીએમએમ) હરજીતસિંહ જસપાલે આ હુકમ પસાર કર્યો હતો.
Advertisement
Advertisement
કોર્ટે આરોપીને નિર્દેશ આપ્યો કે તેઓ સીધા અથવા પરોક્ષ રીતે ફરિયાદી અથવા સાક્ષીઓને પ્રભાવિત કરશે નહીં અને તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે નહીં. તે કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકશે નહીં. કોર્ટે બધી શરતોનું પ્રામાણિકપણે પાલન કરવા કહ્યું છે. આ અગાઉ, એપીપી અતુલ શ્રીવાસ્તવે કહ્યું હતું કે જામીન આપતી વખતે શરતો લાગૂ કરવામાં આવશે. શ્રીવાસ્તવે કહ્યું કે તે સાક્ષીઓને અસર પહોંચાડી શકે છે, તેથી આ શરતો લાદવામાં આવે તેવી શક્યતા છે.
કોર્ટે પણ તેની દલીલ રેકર્ડ પર લીધી હતી કે તેઓ ન તો જામીન અરજીનો વિરોધ કરી રહ્યા છે કે ન તો તેને ટેકો આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે કોર્ટે કાયદા, નિયમો, માર્ગદર્શિકા અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો મુજબ જામીન અરજી પર વિચારણા કરવી જોઇએ. ફરિયાદી તરફથી હાજર રહેલા એડવોકેટ હર્ષ વોહરાએ આ જ રીતે કહ્યું કે કોર્ટ જામીન મંજૂર કરવા માટે ઈચ્છતી હોય તો કડક શરતો લાદવામાં આવી શકે છે. આરોપીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ રાજીવ મોહને કહ્યું કે તેઓ બધી શરતોનું પાલન કરશે. મોહને કહ્યું કે કોઈ ધમકી નથી અને જો તેમને તેવી આશંકા હોય તો હું વચન આપું છું કે આવી કોઈ જ ઘટના બનશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે 18 જુલાઈના રોજ, બ્રિજ ભૂષણ સિંહને કોર્ટ દ્વારા 20 જુલાઇ સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. આરોપી વિનોદ તોમરને પણ વચગાળાનો જામીન અપાયા હતા. સાથે એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેમના નિયમિત જામીન પર ગુરુવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.
Advertisement