અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ ચેતવણી આપી છે કે દેશમાં કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ થતાં લોકોની સંખ્યામાં વધારો થયો છે. આંકડા અનુસાર, ડિસેમ્બર 2022ની સરખામણીમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે. 15 જુલાઈના સપ્તાહમાં અમેરિકામાં કોરોના સંક્રમણના કારણે 7100 દર્દીઓ દાખલ થયા હતા. જ્યારે તેની અગાઉના સપ્તાહમાં આ આંકડો 6444 હતો.
Advertisement
Advertisement
ઉનાળામાં કોરોનાના કેસમાં વધારો
અમેરિકામાં કોરોના ઇમરજન્સી રૂમમાં આવતા દર્દીઓની સંખ્યામાં પણ ગયા મહિનાની સરખામણીએ વધારો થયો છે. આવી સ્થિતિમાં અમેરિકામાં કોરોનાના નવા મોજાની આશંકા ઉભી થઈ છે. આરોગ્ય વિભાગે ચેતવણી જાહેર કરી છે. સીડીસીના કોરોના ઓફિસર ડૉ. બ્રેન્ડન જેક્સનનું કહેવું છે કે છ-સાત મહિનાના ઘટાડા બાદ હવે ફરીથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ડૉ. જેક્સને કહ્યું કે આ સમર વેવ (ઉનાળામાં વધતાં કોરોનાના કેસ) ની શરૂઆત હોઈ શકે છે.
કોરોના સંક્રમણ હજુ નિયંત્રણમાં
એશિયામાં કોરોનાના સબ-વેરિઅન્ટ મ્યુટેજેનિકના ઉદભવને કારણે પણ ચિંતા વધી ગઈ છે. જોકે અમેરિકામાં હજુ પણ એવા ઘણાં લોકો છે જેઓ તેનાથી ચિંતિત નથી. સીડીસીના પ્રવક્તા કેથલીન કોનલેએ કહ્યું કે છેલ્લાં અઠવાડિયામાં કોરોનાની ગતિવિધિઓ વધી છે. જોકે કોરોના સંક્રમણના કેસ હજુ પણ ઘણાં ઓછા છે. કોરોનાના કારણે થતાં મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
બૂસ્ટર ડોઝ લગાવવાની સલાહ
NYU લેંગોન મેડિકલ સેન્ટરના મેડિસિન વિભાગના પ્રોફેસર ડૉ. માર્ક સિગલનું કહેવું છે કે આ સમર વેવની શરૂઆત હોઈ શકે છે, અને તેથી તેમણે XBB સબવેરિયન્ટના બૂસ્ટર ડોઝ લગાવવાની ભલામણ કરી છે. ખાસ કરીને જેમને વધુ જોખમ છે, ખાસ તેમને બૂસ્ટર ડોઝ લગાવવાની સલાહ આપવામાં આવી છે.
Advertisement