અમેરિકામાં કોરોના ફરી એકવાર માથું ઉચકી રહ્યો છે. અમેરિકામાં જેમ જેમ ઉનાળો પૂરો થઈ રહ્યો છે તેમ તેમ કોરોનાના કેસોમાં ફરી વધારો નોંધાઈ રહ્યો છે.
Advertisement
Advertisement
એક જ સપ્તાહમાં કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની સંખ્યામાં 19 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે કોરોનાના કારણે મૃત્યુના કેસોની સંખ્યામાં 21 ટકાનો વધારો થયો છે. આંકડા મુજબ, કોરોનાને કારણે એક અઠવાડિયામાં 10 હજાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડાયરેક્ટર મેન્ડી કોહેનનું કહેવું છે કે જેમણે કોરોનાની રસી નથી લીધી તેમના માટે કોરોના ખતરનાક સાબિત થઈ શકે છે. વધુમાં, જેમને પહેલા કોરોના થયો નથી અથવા જેઓ વૃદ્ધ છે અને અન્ય રોગોથી પીડિત છે એવા લોકો માટે પણ કોરોના ખતરનાક સાબિત થઈ શકે છે.
એક રિપોર્ટ અનુસાર હોસ્પિટલમાં દાખલ થનારા 70 ટકા લોકો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના છે. અમેરિકામાં કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ EG.5 સક્રિય છે અને હવે BA 2.86 પ્રકારનું વેરિઅન્ટ પણ ફેલાવા લાગ્યું છે. ગયા અઠવાડિયે ચેતવણી આપવામાં આવી હતી કે અન્ય એક વેરિઅન્ટ વધુ સંક્રમણ ફેલાવી શકે છે.
અમેરિકામાં કોરોનાના વધતા જતાં કેસોને જોતાં, કેટલીક શાળાઓ, હોસ્પિટલો જેવા જાહેર સ્થળોએ લોકોને ફરીથી માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે.
Advertisement