નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 નું મતદાન પૂર્ણ થતાંની સાથે જ ઘણા મીડિયા હાઉસે એક્ઝિટ પોલ શરૂ કર્યા જેમાં અત્યાર સુધીના સાતમાંથી પાંચ એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવવાની આગાહી કરવામાં આવી છે.
Advertisement
Advertisement
અત્યાર સુધી સાતમાંથી પાંચ એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવવાનો અંદાજ છે. ઝી ન્યૂઝ-મેટ્રિઝના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે અને તેમને 103-118 બેઠકો મળી શકે છે. આ સિવાય ટાઈમ્સ નાઉ-ઈટીજીના એક્ઝિટ પોલમાં પણ કોંગ્રેસને 113 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે.
બે એક્ઝિટ પોલ અનુસાર ભાજપને સ્પષ્ટ બહુમતી મળી શકે છે. ન્યૂઝ નેશન-સીજીએસ પોલમાં ભાજપ 114 સીટો જીતી શકે છે અને સુવર્ણા ન્યૂઝ-જન કી બાત એક્ઝિટ પોલમાં ભાજપને 94-117 સીટો મળવાનો અંદાજો દર્શાવવામાં આવ્યો છે. સાતમાંથી ત્રણ એક્ઝિટ પોલ મુજબ કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. તમામ સાત એક્ઝિટ પોલ અનુસાર, JDS પણ કિંગમેકરની ભૂમિકા ભજવવા માટે પૂરતી બેઠકો મેળવી શકે છે.
રિપબ્લિક ટીવી-પી MARQના એક્ઝિટ પોલ અનુસાર, કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા થશે અને કોંગ્રેસને ભાજપ પર જીત મળી શકે છે. ભાજપ 85-100 સીટો જીતી શકે છે અને કોંગ્રેસ 94-108 સીટો જીતી શકે છે. અહીં જેડીએસને પણ 24-32 બેઠકો મળવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
ટીવી 9 ભારતવર્ષ-પોલસ્ટ્રેટ એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસ બીજેપી કરતા આગળ હોઈ શકે છે. આ પોલમાં કોંગ્રેસને 99-109 સીટો મળશે, જે બહુમતીથી માત્ર થોડી ઓછી છે, પરંતુ ભાજપને 88-98 સીટો મળશે. આ એક્ઝિટ પોલમાં પણ જેડીએસને 21-26 સીટો મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
ઝી ન્યૂઝ મેટ્રિઝ એજન્સીના એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસ 103-118 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની શકે છે અથવા તો બહુમતી પણ મેળવી શકે છે. આ પોલ અનુસાર ભાજપને 79-94 સીટોથી સંતોષ માનવો પડશે. જેડીએસને અહીં પણ 25-33 બેઠકો મળશે.
એબીપી ન્યૂઝ-સી વોટરના એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસ એકમાત્ર સૌથી મોટી પાર્ટી રહેશે અને તે 81-101 બેઠકો જીતી શકે છે. ભાજપ માત્ર 66-86 બેઠકો જીતી શકશે. આ પોલમાં પણ જેડીએસને 20-27 સીટો મળી શકે છે.
ટાઇમ્સ નાઉ-ઇટીજીના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપ 85 સીટો જીતી શકે છે અને કોંગ્રેસ 113 સીટો જીતી શકે છે. જેડીએસને પણ આ પોલમાં 23 સીટો મળી શકે છે, જ્યારે અન્યને 3 સીટો મળી શકે છે.
ઈન્ડિયા ટીવી-સીએનએક્સ એક્ઝિટ પોલ્સ અનુસાર, કોંગ્રેસને 110થી 120 બેઠકો, ભાજપને 80થી 90 અને જેડીએસને 20થી 24 બેઠકો મળવાની ધારણા છે.
ઈન્ડિયા ટુડે- એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં ભાજપને 62-80, કોંગ્રેસને 122-140, જેડીએસને 20-25 અને અન્યને 0-3 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલે બીજેપીને 92 (પ્લસ/માઈનસ 11), કોંગ્રેસને 120 (પ્લસ/માઈનસ 11) અને જેડીએસને 12 (પ્લસ/માઈનસ 7) સીટ આપી છે
Advertisement