દિલ્હી: દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે ન્યાયાધીશો માટે ઉપલબ્ધ પ્રોટોકોલ સુવિધાઓને વિશેષાધિકાર ન ગણવો જોઈએ. આ સુવિધાઓનો ઉપયોગ એવી રીતે ન થવો જોઈએ કે જેનાથી અન્યને અસુવિધા થાય અથવા ન્યાયતંત્રની ટીકા થાય. અલ્હાબાદ હાઈકોર્ટના એક ન્યાયાધીશે ટ્રેન મુસાફરી દરમિયાન થતી અસુવિધા અંગે રેલવે પાસેથી સ્પષ્ટતા માંગતા તેની સામે વાંધો ઉઠાવતા CJIએ દેશના તમામ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને લખેલા પત્રમાં આ વાત જણાવી હતી.
Advertisement
Advertisement
CJIએ પત્રમાં ન્યાયાધીશના નામનો ઉલ્લેખ કર્યો નથી.
અલ્હાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રાર (પ્રોટોકોલ) દ્વારા 14 જુલાઈના રોજ ઉત્તર મધ્ય રેલવેના જનરલ મેનેજરને લખાયેલા એક પત્રનો ઉલ્લેખ કરતા CJIએ કહ્યું કે આ ઘટનાથી કોર્ટની અંદર અને બહાર અશાંતિ ફેલાઈ ગઈ છે. જો કે, હાઈકોર્ટને વધુ શરમથી બચાવવા માટે, CJIએ પોતાના પત્રમાં સંબંધિત ન્યાયાધીશના નામનો ઉલ્લેખ કર્યો નથી.
CJIના પત્રમાં શું લખ્યું છે?
પત્રમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે રેલવે કર્મચારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવી હાઈકોર્ટના ન્યાયાધીશના અધિકારક્ષેત્રની બહાર છે. CJIએ લખ્યું કે હાઈકોર્ટના અધિકારીએ રેલવે કર્મચારીઓ પાસેથી ખુલાસો માંગવાની કોઈ જરૂર નથી. CJIએ પત્રમાં વધુમાં કહ્યું છે કે ન્યાયાધીશો માટે ઉપલબ્ધ પ્રોટોકોલ સુવિધાઓને વિશેષાધિકાર ગણવી જોઈએ નહીં. ન્યાયિક અધિકારીઓએ તેમની સત્તાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.
હકીકતમાં, અલ્હાબાદ હાઈકોર્ટના એક ન્યાયાધીશે પોતાના પત્ની સાથે નવી દિલ્હીથી પ્રયાગરાજ સુધી ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન, તેમને થયેલી ‘અસુવિધા’ માટે તેમણે રેલવે અધિકારીઓને ઠપકો આપ્યો હતો. આટલું જ નહીં 14 જુલાઈએ અલ્હાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રાર (પ્રોટોકોલ) દ્વારા ઉત્તર મધ્ય રેલવેના જનરલ મેનેજરને એક પત્ર પણ લખવામાં આવ્યો હતો. હવે CJIએ આ મામલે હાઈકોર્ટના તમામ જજોને પત્ર લખ્યો છે.
Advertisement