કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટીફિકેટ એક્ઝામિનેશન (CISCE)નું આજે બપોરે 3 વાગે ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરાયું છે.
એકવાર પરિણામ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ cisce.org પર તેમના ICSE બોર્ડ પરિણામ 2023ને તપાસી અને ડાઉનલોડ કરી શકશે. આ ઉપરાંત આઈસીએસઈ બોર્ડનું પરિણામ 2023 DigiLocker પર પણ ચેક કરી શકાશે.
આ વર્ષે લગભગ 2.5 લાખ વિદ્યાર્થીઓએ સીઆઈએસઈસી 10મી-12મીની પરીક્ષા આપી હતી. ધોરણ 12મા 5 વિદ્યાર્થીએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો જેમાંથી ત્રણ છોકરી છે.
ભારતમાં પ્રદેશ પ્રમાણ રિઝલ્ટની ટકાવારી જોઈએ તો ઉત્તરનું 98.65 ટકા, પૂર્વનું 98.47 ટકા, પશ્ચિમનું 99.81 ટકા અને દક્ષિણનું 99.69 ટકા પરિણામ રહ્યું છે.
ઓવરઓલ ICSEનું પરિણામ 98.94 ટકા રહ્યું હતું જ્યારે ISCનું પરિણામ 96.93 ટકા પરિણામ રહ્યું હતું. 14 મે 2023ના રોજ આવેલા CISCEમાં છોકરીઓ ઉમદા પ્રદર્શન કર્યું હતું, છોકરીઓએ 10મા અને 12મા ધોરણમાં છોકરાઓને પાછળ રાખી દીધા હતા. ધોરણ 10મા છોકરીઓનું 99.21 ટકા અને છોકરાઓનું 98.71 ટકા પરિણામ રહ્યું હતું.
જ્યારે ધોરણ 12માં છોકરીઓનું 98.01 ટકા અને છોકરાઓનં 95.96 ટકા પરિણામ રહ્યું હતું.
ધોરણ 12 એક સરખા 99.75 ટકા માર્ક મેળવનાર રિયા અગ્રવાલ, ઈપ્સિતા ભટ્ટાચાર્ય, મોહમ્મદ આર્યન તારિક, શુભમ કુમાર અગ્રવાલ અને માન્યા ગુપ્તા પ્રથમ રહ્યા હતા.
જ્યારે ધોરણ 10માં 99.8 એક સરખા ટકા મેળવનાર રુશીલ કુમાર, અનન્યા કાર્તિક, શ્રેયા ઉપાધ્યાય, અધ્વય સરદેસાઈ, યશ મનીષ ભસીન, તનય સુશીલ શાહ, હિયા સંઘવી, અવિશી સિંહ, સંબિત મુખોપાધ્યાય પ્રથમ રહ્યા છે.
Advertisement