હવે કાળા માથાનો માનવી ચાંદ પર પોતાના ઘર બનાવવાના સ્વપ્ન સેવી રહ્યો છે. કેટલાક દેશ અધતન ટેકનોલોજીની મદદથી પૃથ્વીના બદલે ચાંદ પર ઘર બનાવવાનો વિચાર કરી રહ્યાં છે. અમેરિકા આ દિશામાં પહેલેથી જ કામ કરી રહ્યુ છે. હવે આ રેસમાં ચીન પણ પાછળ રહેવા માંગી રહ્યું નથી. ચીન આગામી ટૂંક જ સમયમાં એટેલે કે 2030 સુધીમાં ચંદ્ર પર માનવ જાતને (અંતરિક્ષ યાત્રી) ને મોકલવા ઈચ્છે છે.
Advertisement
Advertisement
એક રિપોર્ટ અનુસાર ચીન ચંદ્ર પર ઘર અને બિલ્ડિંગ બનાવવા માટે શરૂઆતમાં 3D પ્રિન્ટિંગનો ઉપયોગ કરશે. ચીન આ માટે રોબોટિક મેસનના માધ્યમથી ચંદ્ર માટીથી બનેલી ઈટોનો ઉપયોગ કરશે.ચંદ્ર પર ઘર બનાવવા માટે ચીન અલગ-અલગ મિશન પર કામ કરી રહ્યુ છે. 2020માં કરવામાં આવેલુ એક મિશન ચાંગ’ઈ 5 ચીન માટે પહેલી વખત ચંદ્રની સપાટીથી માટી લઈને આવ્યુ હતુ.
ચીને 2013માં ચંદ્ર લેન્ડિંગ કરી હતી અને હવે ચીનનો હેતુ 2030 સુધી ચંદ્ર પર માનવીને પહોંચાડવાનો છે. આ માટે ચીન અલગ-અલગ Chang’e 6, Chang’e 7 અને Chang’e 8 જેવા મિશન ચલાવશે. રિપોર્ટ અનુસાર Chang’e 8 મિશન ખાસ કરીને ચંદ્ર પર માણસોના રહેવાની જાણકારીને એકત્ર કરશે કે ત્યાં વાતાવરણ અને મિનરલ કમ્પોઝિશન કેવુ છે.
ચીનના એક વૈજ્ઞાનિક અનુસાર આપણે ચંદ્ર પર લાંબા સમય સુધી રહેવુ હોય તો આપણે ચંદ્રની સપાટી પર ત્યાંના હિસાબે સ્પેસ સ્ટેશન બનાવવા પડશે. ચીન 2028 સુધી ચંદ્ર પર બિલ્ડિંગ બનાવવાનું કામ શરૂ કરી શકે છે.
અત્યાર સુધી ઘણા રિપોર્ટ આવી ચૂક્યા છે જે ચંદ્ર પર જીવન જીવવાની શક્યતાને વર્તાવે છે. ગયા વર્ષે ડીડબ્લ્યૂનો એક રિપોર્ટ આવ્યો હતો જેમાં એ કહેવામાં આવ્યુ કે ચંદ્ર પર અમુક સ્થળે ખાડા છે જ્યાં તાપમાન પૃથ્વીની જેમ છે અને ત્યાં માણસ રહી શકે છે. આમ તો ચંદ્ર પર તાપમાન દિવસે 280 ડિગ્રીથી લઈને રાત્રે માઈનસ 250 ડિગ્રી સુધી જતો રહે છે. હજુ આની પર રિસર્ચ ચાલુ છે અને ભવિષ્યમાં એવુ થઈ શકે છે કે ચંદ્ર પર લોકો રહે પણ ખરા.
Advertisement