દેશમાં નામશેષ થઇ રહેલા ચિત્તાઓ છેલ્લાં એક વર્ષ પહેલાં ત્રણ ચિત્તાઓ કૂનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા હતા. ત્યારપછી તાજેતરમાં બીજા ત્રણ દક્ષિણ આફ્રિકી ચિત્તાને કૂનો નેશનલ પાર્કના ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા છે એટલે હવે મળીને કુલ ચિત્તાઓની સંખ્યા છ થઇ છે. દેશના એકમાત્ર ચિત્તાઓનું ધર એવા મધ્યપ્રદેશના શ્યોપુરના કૂનો નેશનલ પાર્કના નાન-મોટા વાડામાં છેલ્લાં ૯૦ દિવસ વિતાવ્યા બાદ આખરે દક્ષિણ આફ્રિકાના ચિત્તાઓને ખુલ્લા જંગલમાં છોડવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન શુક્રવારે ત્રણ દક્ષિણ આિફ્રકાના ચિત્તાઓને ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા હતા. ત્રણેયને અલગ-અલગ સમયે વિરૃદ્ધ દિશાઓમાં છોડવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
ખુલ્લા જંગલમાં ચિત્તાઓને છોડતી વખતે સીસીએફ ઉત્તમ કુમાર શર્મા, ડીએફઓ પ્રકાશ કુમાર વર્મા અને કૂનો ફોરેસ્ટ ડિવિઝનના અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ કૂનો નેશનલ પાર્કમાં ચિત્તા પ્રોજેક્ટને લઇને ટાસ્ક ફોર્સની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે.
ભૂતકાળમાં ટાસ્ક ફોર્સની બેઠકમાં પાંચ ચિત્તાઓને છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત શુક્રવારે ત્રણ ચિત્તાઓને છોડવામાં આવ્યા છે. સૌપ્રથમ માદા ચિતા ગામીનીને ત્યારબાદ બે નરને ચિત્તા વાયુ અને અગ્નિને પશ્ચિમ અને પૂર્વ દિશામાં છોડવામાં આવ્યા જેથી તેઓ જંગલમાં ફરી શકે છે.
Advertisement