ભારતે ગઈકાલે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરાણ કર્યું હતું. આ સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બન્યો છે. ચંદ્રયાન 3 મિશન હેઠળ વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો છે. ચંદ્ર પર વિક્રમ લેન્ડરના ઉતરાણ પછી ISROએ પ્રથમ તસવીર જાહેર કરી છે. લેન્ડર વિક્રમે પાવર ડિસેન્ટ દરમિયાન ચંદ્રની સપાટીની ઘણી તસવીરો લીધી હતી.
Advertisement
Advertisement
પ્રજ્ઞાન’ લેન્ડર ‘વિક્રમ’માંથી બહાર આવ્યું
ISROએ જણાવ્યું કે રોવર ‘પ્રજ્ઞાન’ લેન્ડર ‘વિક્રમ’માંથી બહાર આવ્યું છે અને તે હવે ચંદ્રની સપાટી પર ફરી રહ્યું છે. ચંદ્ર પર વિક્રમ લેન્ડરના ઉતરાણ પછી ISROએ પ્રથમ તસવીર જાહેર કરી છે. લેન્ડર વિક્રમે પાવર ડિસેન્ટ દરમિયાન ચંદ્રની સપાટીની ઘણી તસવીરો લીધી હતી. આ તસવીર લેન્ડિંગ સ્થળનો એક ભાગ છે અને લેન્ડરનો મેટલ લેગ અને તેનો પડછાયો તસવીરમાં જોઈ શકાય છે. દરમિયાન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ISROની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વિટ કરીને કહ્યું હું ફરી એકવાર ISROની ટીમ અને દેશવાસીઓને અભિનંદન આપું છું. વિક્રમના લેન્ડિંગના થોડા કલાકો બાદ રોવર ‘પ્રજ્ઞાન’ બહાર આવ્યું એ ચંદ્રયાન- 3 ના બીજા તબક્કાની સફળતા દર્શાવે છે.
Chandrayaan-3 Mission:
Chandrayaan-3 ROVER:
Made in India ??
Made for the MOON?!The Ch-3 Rover ramped down from the Lander and
India took a walk on the moon !More updates soon.#Chandrayaan_3#Ch3
— ISRO (@isro) August 24, 2023
ISROએ પ્રથમ તસવીર જાહેર કરી
ચંદ્ર પર વિક્રમ લેન્ડરનું ઉતરાણ થયા બાદ ISROએ પ્રથમ તસવીર જાહેર કરી છે. ઇમેજ લેન્ડિંગ કેમેરાએ આ તસવીર લીધી હતી અને તેને ISRO દ્વારા રિલીઝ કરવામાં આવી હતી. વિક્રમે મોકલેલી પહેલી તસવીરને ચંદ્ર પર લેન્ડિંગ કરતી વખતે વિક્રમ લેન્ડરે લીધી હતી. તેમાં વિક્રમ લેન્ડરે સફળતાપૂર્વક ઉતરાણ કર્યું તે ખરબચડી સપાટી દેખાય છે. સફળ લેન્ડિંગના થોડાં કલાક બાદ રોવર પ્રજ્ઞાન લેન્ડરમાંથી બહાર નીકળ્યું હતું.
રોવર ચંદ્રની સપાટીનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરશે
પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરથી જ બહાર આવ્યું છે. તે આગામી 14 દિવસ સુધી ચંદ્ર પર ભ્રમણ કરશે. આ રોવર ચંદ્રની સપાટીનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરશે. આ લેન્ડર વિક્રમ ગયા અઠવાડિયે તેના મોડ્યુલથી અલગ થઈ ગયું હતું અને 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યા બાદથી ચંદ્રની સપાટીની તસવીરો મોકલી રહ્યું છે. હવે જ્યારે વિક્રમ લેન્ડ થઈ ગયું છે, ત્યારે સૌર-સંચાલિત રોવર પ્રજ્ઞાન સપાટીનું અન્વેષણ કરશે અને ચંદ્ર પરનો ડેટા એકત્રિત કરશે.
ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ
ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડ થયું છે. સફળ ચંદ્ર મિશને ભારતને ચંદ્રની સપાટી પર સોફ્ટ-લેન્ડિંગ કરનારો અમેરિકા, ચીન અને અગાઉના સોવિયેત યુનિયન પછી ચોથો દેશ બનાવ્યો છે. આ સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલો દેશ બન્યો છે. હવે લેન્ડર વિક્રમે પાવર ડિસેન્ટ દરમિયાન ચંદ્રની સપાટીની ઘણી તસવીરો લીધી છે. આ તસવીરોમાં લેન્ડિંગ સ્થળનો એક ભાગ અને લેન્ડરનો મેટલ લેગ અને તેનો પડછાયો જોઈ શકાય છે.
Advertisement