ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ ગુરુવારે જણાવ્યું હતું કે ચંદ્રની સપાટી પર ફરતા રોવર પ્રજ્ઞાને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર એક અદ્ભુત ઘટના નોંધી છે. તેને કુદરતી ઘટના માનવામાં આવી રહી છે અને ઈસરો આ ઘટનાના સ્ત્રોતને શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. હકીકતે, રોવર પ્રજ્ઞાને ચંદ્ર પર એક ખાસ સિસ્મિક વાઇબ્રેશન રેકોર્ડ કર્યું છે.
Advertisement
Advertisement
ઈસરોએ ટ્વીટ કરીને માહિતી આપી
ઇન સિચ્યુએશન સાયન્ટિફિક એક્સપરિમેન્ટ હેઠળ, ચંદ્રયાન-3 લેન્ડર પર લગાવાયેલા ILSA (ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ લુનર સિસ્મિક એક્ટિવિટી) પેલોડ માઇક્રો ઇલેક્ટ્રો મિકેનિકલ સિસ્ટમ્સ ટેક્નોલોજીથી સજ્જ છે. આ પ્રકારનું સાધન પ્રથમ વખત ચંદ્ર પર મોકલવામાં આવ્યું છે. રોવર પ્રજ્ઞાન અને અન્ય પેલોડ્સની હિલચાલ રેકોર્ડ કરવામાં આવી હતી. આ દરમિયાન 26 ઓગસ્ટ 2023ના રોજ એક ઘટના પણ રેકર્ડ થઈ હતી. આ ઘટના અત્યારે સ્વાભાવિક લાગે છે. જો કે તેની તપાસ ચાલી રહી છે.
Chandrayaan-3 Mission:
In-situ Scientific ExperimentsInstrument for the Lunar Seismic Activity (ILSA) payload on Chandrayaan 3 Lander
— the first Micro Electro Mechanical Systems (MEMS) technology-based instrument on the moon —
has recorded the movements of Rover and other… pic.twitter.com/Sjd5K14hPl— ISRO (@isro) August 31, 2023
ISROએ કહ્યું કે ILSA પેલોડે ચંદ્ર પર રોવર પ્રજ્ઞાન અને અન્ય પેલોડ્સની મૂવમેન્ટને કારણે એક કંપન નોંધ્યું છે. ILSAમાં છ ઉચ્ચ-સંવેદનશીલ એક્સેલોમીટર લગાવવમાં આવ્યા છે. આ એક્સેલોમીટર્સે ચંદ્રની સપાટી પર થતા કંપનને માપ્યું છે. ILSA પેલોડને બેંગલુરુની લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ સિસ્ટમ્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. ખાનગી કંપનીઓએ પણ તેમાં મદદ કરી છે. ચંદ્ર પર ILSAને તૈનાત કરવાની પદ્ધતિ બેંગલુરુના યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરમાં તૈયાર કરવામાં આવી છે.
ચંદ્ર પર સલ્ફરની હાજરીની પુષ્ટિ
અગાઉ મંગળવારે, રોવરે ચંદ્ર પર સલ્ફર એટલે કે ગંધકની હાજરી હોવાની ફરી પુષ્ટિ કરી હતી. રોવર પર લાગેલા લેસર ઈન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ સાધને ચંદ્રની સપાટી પર સલ્ફરની હાજરીની પુષ્ટિ કરી હતી. આ સાથે જ અન્ય ઘણાં કુદરતી તત્વો પણ ચંદ્ર પર મળી આવ્યા છે. હવે ચંદ્ર પર હાઈડ્રોજનની હાજરીની તપાસ કરવામાં આવી રહી છે.
ISROએ પ્રજ્ઞાનનો નવો વીડિયો શેર કર્યો
ગુરુવારે જ ઈસરોએ રોવર પ્રજ્ઞાનનો એક નવો વીડિયો બહાર પાડ્યો હતો, જેમાં તે સુરક્ષિત અને સારી રીતે ફરતો જોવા મળ્યો હતો. પ્રજ્ઞાનના પરિભ્રમણનો ફોટો લેન્ડર વિક્રમના ઈમેજર કેમેરા દ્વારા લેવામાં આવ્યો હતો.
Chandrayaan-3 Mission:
The rover was rotated in search of a safe route. The rotation was captured by a Lander Imager Camera.It feels as though a child is playfully frolicking in the yards of Chandamama, while the mother watches affectionately.
Isn't it?? pic.twitter.com/w5FwFZzDMp— ISRO (@isro) August 31, 2023
ઈસરોએ લખ્યું- પ્રજ્ઞાન રોવર ચંદા મામા પર ટીખળ રમી રહ્યું છે. લેન્ડર વિક્રમ તેને (પ્રજ્ઞાન)ને માતાની જેમ જોઈ રહ્યો છે, જેમ કે તેના બાળકને રમતા જોયા છે. તમને એવું નથી લાગતું?
Advertisement