ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ શુક્રવારે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 એ 14 જુલાઈએ પ્રક્ષેપણ પછી ચંદ્ર સુધીના કુલ અંતરનું લગભગ બે તૃતીયાંશ અંતર પસાર કરી લીધું છે. છેલ્લાં ત્રણ સપ્તાહમાં ઈસરોનું આ અવકાશયાન પૃથ્વીથી વધુ દૂરની ભ્રમણકક્ષાઓમાં જઈ રહ્યું છે. અવકાશ એજન્સીએ કહ્યું કે 1 ઓગસ્ટના રોજ, એક મહત્વપૂર્ણ પ્રક્રિયામાં, અવકાશયાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્ર તરફ સફળતાપૂર્વક મોકલવામાં આવ્યું હતું.
Advertisement
Advertisement
5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.
એજન્સીના બેંગ્લોર સ્થિત મુખ્યાલય દ્વારા શુક્રવારે જણાવાયું હતું કે ટ્રાન્સ-લુનર ઇન્જેક્શન પછી, ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી નીકળી ગયું અને એક એવા માર્ગ પર આગળ વધી રહ્યું છે જે તેને ચંદ્રની નજીક લઈ જશે. આવતીકાલે એટલે કે 5 ઓગસ્ટે અન્ય એક મહત્વની પ્રક્રિયામાં અવકાશયાનને ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. બેંગલુરુ ખાતેની ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) દ્વારા LOI પ્રક્રિયા કરવામાં આવશે.
ઈસરોએ જણાવ્યું કે લુનર ઓર્બિટ ઈન્જેક્શન (LOI) 5 ઓગસ્ટે લગભગ સાંજે 7 વાગ્યા માટે તૈયાર છે. ચંદ્રયાન-3 ચંદ્રની સૌથી નજીક હશે ત્યારે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. અંતરિક્ષ એજન્સીએ કહ્યું કે ભારતના ત્રીજા ચંદ્ર મિશનની સ્થિતિ સામાન્ય છે અને 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ-લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવશે.
ક્યારે લોન્ચ થયું?
આ મિશન 14 જુલાઈના રોજ બપોરે 2:35 વાગ્યે શ્રીહરિકોટા કેન્દ્રથી ઉપડ્યું અને બધું આયોજન મુજબ બરાબર ચાલશે તો તે 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરાણ કરશે. આ મિશનને ડાર્ક સાઇડ ઓફ મૂન તરીકે ઓળખાતા ચંદ્રના ભાગમાં મોકલવામાં આવી રહ્યું છે. આ ભાગ પૃથ્વીની સામે આવતો નથી તેથી તેને ડાર્ક સાઇડ ઓફ મૂન કહેવાય છે.
Advertisement