આંધ્રપ્રદેશ હાઈકોર્ટે કૌશલ્ય વિકાસ કૌભાંડ કેસમાં આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ અને ટીડીપી ચીફ એન ચંદ્રાબાબુ નાયડુને ચાર સપ્તાહ માટે વચગાળાના જામીન આપ્યા છે. હાઈકોર્ટના વકીલ સુનાકારા કૃષ્ણમૂર્તિએ આ માહિતી આપી હતી.
Advertisement
Advertisement
હાઈકોર્ટના આદેશ અનુસાર ચંદ્રાબાબુ નાયડુને 24 નવેમ્બર સુધી જામીન આપવામાં આવ્યા છે. તેમને 24 નવેમ્બરે આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું છે. કોર્ટ તેમની મુખ્ય જામીન અરજી પર 10 નવેમ્બરે સુનાવણી કરશે. કોર્ટે તેમને હોસ્પિટલ જવા સિવાય અન્ય કોઈ કાર્યક્રમમાં હાજરી ન આપવાનો આદેશ આપ્યો છે. ખાસ કરીને તેમને મીડિયા અને રાજકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ચંદ્રાબાબુ નાયડુની 9 સપ્ટેમ્બરે 371 કરોડ રૂપિયાના કૌશલ્ય વિકાસ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ 9 સપ્ટેમ્બરે સવારે લગભગ 6 વાગ્યે જ્યારે તેઓ જ્ઞાનપુરમમાં બસમાં સૂતા હતા ત્યારે તેમની ધરપકડ કરી હતી. CIDનો દાવો છે કે નાયડુના નેતૃત્વમાં શેલ કંપનીઓ દ્વારા સરકારી નાણાં ખાનગી સંસ્થાઓમાં ટ્રાન્સફર કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
આ કૌભાંડ અંગે એન્ટી કરપ્શન બ્યુરોએ વર્ષ 2018માં ફરિયાદ કરી હતી. વર્તમાન સરકારની તપાસ પહેલા જીએસટી ઈન્ટેલિજન્સ વિંગ અને ઈન્કમટેક્સ વિભાગ પણ આ કૌભાંડની તપાસ કરી રહ્યા હતા.
Advertisement