કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે 12માં ધોરણનું પરિણામ જાહેર કરી દીધું છે. આ વખતે 87.33 ટકા બાળકો પાસ થયા છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 5.38 ટકા ઓછા છે.
Advertisement
Advertisement
સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું છે કે, બોર્ડે બાળકોને તેમના સ્કોરના આધાર પર ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ડિવિઝન આપવાની પ્રેક્ટિસ ખત્મ કરવાનો નિર્ણય કર્યો છે.
બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ વખતે બાળકોને નંબર મેળવવાની સ્પર્ધાને દૂર કરવા માટે કોઈ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યો નથી. જોકે, બોર્ડે આ વખતે તે પણ નક્કી કર્યું છે કે અલગ-અલગ વિષયોમાં સૌથી વધારે નંબર મેળવનારા 0.1 ટકા બાળકોને મેરિટ સર્ટિફિકેટ આપવામાં આવશે.
ત્રિવેન્દ્રમ પ્રદેશ 99.91 પાસ ટકાવારી સાથે ટોચ પર છે. જેમાં 84.67% છોકરાઓ અને 90.68% છોકરીઓ પાસ થયાં છે.
છોકરીઓએ છોકરાઓને 6.01% કરતાં પાછળ રાખી દીધા. વિદ્યાર્થીઓ મોબાઈલ એપ ઉમંગ, ડિજીલોકર અને બોર્ડની વેબસાઈટ પર તેમનું પરિણામ જોઈ શકે છે.
CBSE 10મીની પરીક્ષા દેશમાં 15 ફેબ્રુઆરી થી 21 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન યોજાઈ હતી. બંને પરીક્ષામાં 3883710 ઉમેદવારોએ હાજરી આપી હતી. ધોરણ 10ના 2186940 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના 1696770 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
એસએમએસ દ્વારા પરિણામ મેળવી શકાશે
ટેક્સ્ટ મેસેજ પર જાઓ અને CBSE 12th ટાઇપ કરો અને સ્પેસ આપ્યા વગર રોલ નંબર દાખલ કરો. આ પછી તેને 77388299899 પર મોકવાથી જવાબ સ્વરૂપે પરિણામ આવશે.
Advertisement