કેન્દ્રીય આરોગ્ય મંત્રલાયે એક નિવેદનમાં જણાવ્યું છે કે વર્તમાન મેડિકલ કોલેજોની સાથે 1570 કરોડ રુપિયાના ખર્ચે 157 સરકારી નર્સિગ કોલેજોની રચનાને મંજૂરી આપી દીધી છે . દેશમાં નર્સિંગ પ્રોફેશનલોની સંખ્યા વધારવા અને વાજબી ભાવે ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટે આ નિર્ણય લેવાયો છે.
મેડિકલ કોલેજોની સાથે જ આ નર્સિંગ કોલેજો શરુ કરવાથી વર્તમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કીલ લેબ, ક્લિનિકલ ફેસિલિટીનો મહત્તમ ઉપયોગ કરી શકાશે. બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સરકારની યોજના છે.
ઉપરાંત કેબિનેટ મેડિકલ ઉપકરણોનું સ્થાનિક કક્ષાએ ઉત્પાદન વધારવા માટે કેન્દ્રીય કેબિનેટે આજે નેશનલ મેડિકલ ડિવાઈસ પોલિસીને મંજૂરી આપી છે. આ પોલિસીને કારણે આગામી પાંચ વર્ષમાં મેડિકલ ડિવાઈસ સેક્ટરનું કદ 11 અબજ ડોલરથી વધીને 50 અબજ ડોલર થઈ જશે.
Advertisement