સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) જુલાઈ 2023માં કમ્પાર્ટમેન્ટ પરીક્ષાઓનું આયોજન કરશે. આ અંગે બોર્ડે એક જાહેરાત કરી છે. ધોરણ 10,12 કમ્પાર્ટમેન્ટ અથવા પૂરક પરીક્ષાઓ જુલાઈ મહિનામાં લેવામાં આવશે.
પરીક્ષાની સંપૂર્ણ ડેટશીટ બોર્ડ દ્વારા CBSEની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓ પોર્ટલ પર જઈને તેને ડાઉનલોડ કરી શકશે.
આ વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં 2 વિષયોમાં તેમનું પ્રદર્શન સુધારવાની મંજૂરી આપવામાં આવશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા હેઠળ 1 વિષયમાં તેમનું પ્રદર્શન સુધારવાની મંજૂરી આપવામાં આવશે. આ પરીક્ષા મુખ્ય પરીક્ષા 2023ના અભ્યાસક્રમ પર આધારિત હશે.
ઉલ્લેખનીય છે કે સીબીએસઈ ધોરણ 10-12ના પરિણામો અગાઉના દિવસે એટલે કે 12 મે 2023ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. ધોરણ 10માં પાસ થવાની ટકાવારી 93.12 ટકા રહી છે. જ્યારે ધોરણ 12માં પાસ થવાની ટકાવારી 87.33 ટકા રહી છે.
આગામી વર્ષે 15 ફેબ્રુઆરી 2024માં CBSEની પરીક્ષાઓ લેવાશે
CBSE એ આગામી વર્ષે યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખ પણ જાહેર કરી છે. પરીક્ષા અને પરિણામ સંબંધિત માહિતી માટે વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
Advertisement