સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિક દ્વારા ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) ના કથિત ઉલ્લંઘન મામલે FIR દાખલ કરી છે. આ ઉપરાંત, બુધવારે બે સ્થળોએ દરોડા પણ પાડ્યા હતા.
Advertisement
Advertisement
સીબીઆઈની એક ટીમે ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થના નિવાસસ્થાન અને ઓફિસની તપાસ કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, પુરકાયસ્થની તાજેતરમાં જ દિલ્હી પોલીસે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ એક કેસમાં ધરપકડ કરી હતી.
એક અધિકારીએ જણાવ્યું કે પોર્ટલ પર ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) નું ઉલ્લંઘન કરીને વિદેશથી ફંડ મેળવ્યું હોવાનો આરોપ છે. અગાઉ, દિલ્હી પોલીસે એફઆઈઆરમાં આરોપ મૂક્યો હતો કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના સક્રિય સભ્ય નેવિલ રોય સિંઘમે ખોટી રીતે વિદેશી ભંડોળનું રોકાણ કર્યું હતું. જોકે, પોર્ટલે આ આરોપોને નકારી કાઢ્યા છે.
#WATCH | CBI conducts searches at the premises of NewsClick in Delhi.
CBI registered a case against NewsClick for violation of the Foreign Contribution Regulation Act. pic.twitter.com/Z8h3FomDxc
— ANI (@ANI) October 11, 2023
શું છે ન્યૂઝ ક્લિક સાથે સંબંધિત મામલો?
જાણકારી માટે તમને જણાવી દઈએ કે ન્યૂઝ ક્લિક એક ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ છે. જેના પર વિદેશી ફંડિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ ચીનને સમર્થન આપીને ભારતમાં વાતાવરણ બગાડવાનો આરોપ લગાવ્યો હતો. સ્પેશિયલ સેલ પહેલા EDએ પણ દરોડા પાડ્યા હતા. EDએ માહિતી આપી હતી કે ન્યૂઝ ક્લિકને વિદેશમાંથી લગભગ 38 કરોડ રૂપિયાનું ફંડિંગ મળ્યું છે. ત્યાર બાદ બીજેપીએ આરોપ લગાવ્યો હતો કે 2005 થી 2014 વચ્ચે કોંગ્રેસને પણ ચીન પાસેથી ખૂબ પૈસા મળ્યા હતા. આટલું જ નહીં, ધ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ન્યૂઝ ક્લિકને વિદેશી ફંડિંગ દ્વારા 38 કરોડ રૂપિયા મળ્યા હતા. આ નાણાં કેટલાંક પત્રકારો વચ્ચે વહેંચવામાં આવ્યા હતા.
Advertisement