ઓડિશાના બહાનાગા રેલ્વે સ્ટેશન પર 2 જૂનની સાંજે બે એક્સપ્રેસ ટ્રેનો અને એક ગુડ્સ ટ્રેન વચ્ચેના ભયાનક અકસ્માતમાં 288 લોકોના મોત થયા છે. જ્યારે એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. દરમિયાન, આ દુર્ઘટનાની તપાસ કરી રહેલી CBI ટીમે રવિવારે એક અધિકારી સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી.
Advertisement
Advertisement
અહેવાલો અનુસાર, સીબીઆઈએ અકસ્માતની તપાસ દરમિયાન ઘણાં લોકોની પૂછપરછ કરી હતી અને રવિવારે મોડી સાંજે પાંચ લોકોને કસ્ટડીમાં લીધા હતા. ઉલ્લેખનીય છે કે, 2 જૂને થયેલી આ ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે. સીબીઆઈની 10 સભ્યોની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે, આ ટીમે ઘણાં લોકોની પૂછપરછ કરી છે.
સીબીઆઈની પરવાનગી વગર કોઈ ટ્રેન રોકાશે નહીં
પ્રત્યક્ષ કે આડકતરી રીતે ચાર્જ સંભાળનારા લગભગ નવ અધિકારીઓ હવે સીબીઆઈના સ્કેનર હેઠળ છે. આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર અને ગેટ મેનની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. બહાનાગા બજાર રેલ્વે સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું છે અને ફોરેન્સિક ટીમે ઘણાં સેમ્પલ લીધા છે. આ ઉપરાંત રિલે રૂમની પણ તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈ મંજૂરી ન આપે ત્યાં સુધી કોઈ પણ ટ્રેનને આ સ્ટેશન પર રોકવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સીબીઆઈની ટીમનો બાલાસોરમાં પડાવ
સીબીઆઈની ટીમ શનિવારે બપોરે 1.30 કલાકે અકસ્માત સ્થળે પહોંચી હતી. આ પછી ટીમ ત્યાંથી પેનલ રૂમમાં ગઈ, ત્યાં પણ અધિકારીઓએ થોડીક તપાસ કરી હતી. ત્યારબાદ રિલે રૂમની પણ તપાસ કરવામાં આવી હતી તેના બે કલાક પછી ટીમ પરત આવી હતી. સીબીઆઈ અધિકારીઓએ સ્ટેશનમાં મૂકાયેલા કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક જપ્ત કરી છે. આ ઉપરાંત ઘણાં મહત્વના દસ્તાવેજો પણ એકત્ર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ટ્રેન દુર્ઘટના બાદ સીબીઆઈની ટીમ બાલાસોરમાં કેમ્પ કરી રહી છે. સીબીઆઈની ટીમને કેટલીક મહત્વની કડીઓ મળવાની શક્યતા છે.
Advertisement