નવી દિલ્હીઃ સીબીઆઈએ મહારાષ્ટ્રમાં નાવા શેવા ખાતે જવાહરલાલ નહેરુ કસ્ટમ્સ હાઉસમાં ફરજ બજાવનારા કસ્ટમ વિભાગના બે ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનરોની માલસામાનની ગેરકાયદેસર આયાતને મંજૂરી આપવા માટે વચેટિયા પાસેથી લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
Advertisement
Advertisement
સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ મુજબ એજન્સીએ આરોપ મૂક્યો છે કે ધરપકડ કરાયેલા અધિકારીઓ દિનેશ ફુલડિયા અને સુભાષ ચંદ્રાએ વચેટિયા સુધીર પેડેકર મારફત કસ્ટમ્સ હાઉસ એજન્ટોને કસ્ટમ્સ એક્ટના “રહેઠાણનું સ્થાનાંતરણ” કલમનો દુરુપયોગ કરવામાં મદદ કરી હતી. આ કાયદા હેઠળ રહેઠાણના ટ્રાન્સફરની જોગવાઈ અનુસાર, બે વર્ષથી વધુ સમયથી વિદેશમાં રહેનાર વ્યક્તિ રૂ. પાંચ લાખ રૂપિયા સુધીની છૂટનો દાવો કરીને ઉપયોગમાં લેવાયેલ ઘરગથ્થુ સામાનની આયાત કરી શકે છે.
નાવા શેવા ખાતેના કસ્ટમ હાઉસ એજન્ટોએ પૂર્વ કસ્ટમ્સ અધિકારીઓ સાથે એક કાવતરું ઘડીને બે વર્ષથી વધુ સમયથી વિદેશમાં રહેતા જુદા જુદા લોકો પાસેથી પાસપોર્ટ મેળવ્યા હતા અને આ દસ્તાવેજોનો ઉપયોગ અન્ય ગેરલાયક વ્યક્તિઓના ઘરની વસ્તુઓના કન્સાઈનમેન્ટ ક્લિયર કરવા માટે કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એજન્ટોએ કથિત રીતે પેડેકર મારફતે રોકડ (લાખો રૂપિયા) અને હાઇ-એન્ડ ગેજેટ્સ અને ઉપકરણો સહિત મોંઘી ગિફ્ટમાં ચૂકવણી કરી હતી.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ હેતુ માટે એકત્રિત કરાયેલ ગેરકાયદેસર વસ્તુઓ બેંકિંગ ચેનલ અને “હવાલા” દ્વારા અધિકારીઓના જાણીતા વ્યક્તિઓના વિવિધ ખાતાઓ અને વ્યક્તિઓને મોકલવામાં આવી હતી.
પ્રવક્તાએ ઉમેર્યું, “મુંબઈ, નવી મુંબઈ, પટણા અને સમસ્તીપુર (બિહાર), ખારગોન જિલ્લો (મધ્યપ્રદેશ) વગેરે સહિત સાત સ્થળોએ આરોપીઓ અને તેમના સાથીદારોના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કારણે વિવિધ વાંધાજનક દસ્તાવેજો અને વસ્તુઓ મળી આવ્યા હતા. ”
Advertisement