બિહારમાં જાતિ ગણતરી પર પ્રતિબંધના વિરોધમાં સુપ્રીમ કોર્ટ પહોંચેલી નીતીશ સરકારને હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે, હવે આ મામલાની આગામી સુનાવણી 14 જુલાઈએ થશે.
Advertisement
Advertisement
આ મામલાની સુનાવણી માટે CJI DY ચંદ્રચુડ દ્વારા ન્યાયમૂર્તિ અભય એસ. ઓકા અને ન્યાયમૂર્તિ રાજેશ બિંદલની બનેલી બે સભ્યોની બેન્ચની રચના કરવામાં આવી હતી.
પાછલી સુનાવણીમાં ન્યાયમૂર્તિ સંજય કરોલ જેઓ આ બેંચનો હિસ્સો હતા, તેઓ આ કેસની સુનાવણીમાંથી ખસી ગયા હતા, ત્યારબાદ નવી બેંચની રચના કરવામાં આવી હતી.
હાઇકોર્ટે મૂક્યો હતો પ્રતિબંધ
4 મેના રોજ પટના હાઈકોર્ટે બિહારમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી જાતિ ગણતરી પર વચગાળાનો સ્ટે મુકી દીધો હતો. હાઈકોર્ટે રાજ્ય સરકારને જાતિ ગણતરી અટકાવવા અને પહેલેથી જ એકત્રિત કરવામાં આવેલ ડેટા સુરક્ષિત રાખવામાં આવે તેની ખાતરી કરવા જણાવ્યું હતું. હાઈકોર્ટે આ મામલે આગામી સુનાવણી 3 જુલાઈની તારીખ નક્કી કરી છે.
હાઈકોર્ટના આ નિર્ણયને નીતિશ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. બિહાર સરકારે તેની અરજીમાં કહ્યું હતું કે જાતિ ગણતરી પર રોક લગાવવાથી સમગ્ર કવાયત પર પ્રતિકૂળ અસર પડશે. બિહાર સરકારનું કહેવું છે કે કેટલાક જિલ્લાઓમાં જાતિ ગણતરીનું 80 ટકાથી વધુ સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે.
Advertisement