મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ગઈકાલે રાત્રે 2 વાગ્યે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બુલઢાણામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર એક એસી બસ પલટી ગઈ, ત્યાર બાદ તેમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં 25 મુસાફરોના મોત થયા છે. જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના પર દુખ વ્યક્ત કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વળતરની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ, સીએમ શિંદેએ બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના નજીકના પરિવારોને 5 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. હું બસ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. અકસ્માત મારી સંવેદના અને પ્રાર્થના જીવ ગુમાવનારા લોકોના પરિવારો સાથે છે, ઘાયલો ઝડપથી સાજા થાય, સ્થાનિક પ્રશાસન અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને PMNRFતરફથી 50,000 રૂપિયા આપવામાં આવશે.
બુલઢાણામાં થયેલા ગમખ્વાર અકસ્માત અંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સમૃદ્ધિ હાઈવે પર એક ગંભીર દુર્ઘટના બની છે. એક ખાનગી બસ થાંભલા સાથે અથડાઈ હતી, જે બાદ તેની ડીઝલની ટાંકી ફાટતાં તેમાં આગ લાગી હતી. તેમાં દાઝી જવાથી 25 લોકોના મોત થયા છે. 8 લોકો બહાર નીકળી શક્યા હતા જેથી તેઓનો બચાવ થયો હતો, હું અને મુખ્યમંત્રી ઘટનાસ્થળે જઈ રહ્યા છીએ. અમે આ ઘટનાના કારણની તપાસ કરી રહ્યા છીએ. અમારી સંવેદના મૃતકોના પરિવારો સાથે છે.
દુર્ઘટના બાદ સિટી લિંક ટ્રાવેલ્સના માલિક વીરેન્દ્ર ડારનાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ અમારા પરિવારની બસ છે જે 2020માં લેવામાં આવી હતી. તેના તમામ પેપર્સ સંપૂર્ણપણે યોગ્ય છે. આ બસ તદ્દન નવી છે. બસના ડ્રાઇવર પણ ખૂબ અનુભવી છે. ડ્રાઈવરના જણાવ્યા મુજબ, ટાયર ફાટવાને કારણે બસ ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને અત્યંત જ્વલનશીલ પદાર્થોમાં આગ લાગી હતી. અમારી યાદી મુજબ બસમાં લગભગ 27 મુસાફરો હતા.
Advertisement