વંશીય હિંસાગ્રસ્ત મણિપુરમાં મંગળવારે શંકાસ્પદ કુકી આતંકવાદીઓ સાથેની અથડામણમાં સીમા સુરક્ષા દળ (BSF)ના એક કોન્સ્ટેબલનું મોત થયું હતું જ્યારે આસામ રાઈફલ્સના બે જવાન ઘાયલ થયા હોવાનું આ ઘટનાથી માહિતગાર અધિકારીઓએ જણાવ્યું હતું.
Advertisement
Advertisement
કાકચિંગ જિલ્લામાં સુગનુ ખાતેની એક શાળામાં તૈનાત કોન્સ્ટેબલ રણજિત યાદવ માર્યા ગયેલા બીજા BSF સૈનિક છે. તેઓ રાજ્યમાં ગયા મહિને ભડકેલી હિંસાને કાબૂમાં લેવા માટે ફરજ બજાવી રહ્યા હતા. કાકચિંગમાં રવિવારથી હિંસાની અનેક ઘટનાઓ નોંધાઈ છે. ટોળાએ ત્યાં 100 થી વધુ દુકાનો અને મકાનો સળગાવી દીધા હતા જ્યારે શંકાસ્પદ આતંકવાદીઓએ બીએસએફની અન્ય ટીમ પર પણ ગોળીબાર કર્યો હતો.
બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સવારે 4.05 વાગ્યાની આસપાસ શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ સેરો પ્રેક્ટિકલ સ્કૂલમાં તૈનાત BSF જવાનો પર આડેધડ અને ભારે ગોળીબાર કર્યો હતો. 163 બટાલિયનમાં તૈનાત કોન્સ્ટેબલ યાદવને ગોળી વાગી હતી અને તેમને કાકચિંગની જીતન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ”
ભારતીય સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે BSFનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે આસામ રાઈફલ્સના બે જવાનોને ગોળી વાગી હતી. ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને મંત્રીપુખારી લઈ જવામાં આવ્યા છે. મણિપુરમાં સુગનુ – સેરૌના વિસ્તારોમાં આસામ રાઇફલ્સ, બીએસએફ અને પોલીસ દ્વારા વ્યાપક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગઈકાલે આખી રાત દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે સમયાંતરે ગોળીબાર થયો હતો. સુરક્ષા દળોએ અસરકારક રીતે વળતો જવાબ આપ્યો હતો.
Advertisement