દિલ્હીમાં 9 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા જી-20 શિખર સંમેલનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જી-20 સભ્યોના મહેમાનોના આગમનનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની ભારત આવી ગયા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ તેમનું સ્વાગત કર્યું હતું. આ શિખર સંમેલનમાં 19 દેશો અને યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ સિવાય સમિટમાં 9 વધુ દેશોને મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. બ્રિટિશ પીએમ ઋષિ સુનાક પણ દિલ્હી પહોંચી ગયા છે. બ્રિટિશ પીએમ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે.
Advertisement
Advertisement
#WATCH | भारत में G 20 शिखर सम्मेलन | इटली की प्रधानमंत्री जॉर्जिया मेलोनी G 20 शिखर सम्मेलन में भाग लेने के लिए दिल्ली हवाई अड्डे पहुंचीं।
उनका स्वागत कृषि एवं किसान कल्याण राज्य मंत्री शोभा करंदलाजे ने किया।#G20SummitDelhi pic.twitter.com/ctn4adSMWO
— ANI_HindiNews (@AHindinews) September 8, 2023
પીએમ મોદી જી-20 સમિટમાં કુલ 15 બેઠકો કરશે. પીએમ મોદી આજથી કુલ ત્રણ દિવસ સુધી રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે, જેમાં અમેરિકા, બાંગ્લાદેશ અને મોરેશિયસના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ભાગ લેશે. 9 સપ્ટેમ્બરે જી-20 બેઠકો ઉપરાંત, પીએમ મોદી યુકે, જાપાન, જર્મની અને ઇટાલીના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને 10 સપ્ટેમ્બરે પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વર્કિંગ લંચ મીટિંગ કરશે.
#WATCH भारत में G 20 शिखर सम्मेलन | कोमोरोस संघ के राष्ट्रपति और अफ्रीकी संघ (AU) के अध्यक्ष अज़ाली असौमानी G 20 शिखर सम्मेलन में भाग लेने के लिए दिल्ली पहुंचे। pic.twitter.com/S8kHoLnozN
— ANI_HindiNews (@AHindinews) September 8, 2023
બાંગ્લાદેશના પીએમ શેખ હસીના પણ દિલ્હી પહોંચી ગયા છે. ભારતે G-20માં બાંગ્લાદેશને મહેમાન તરીકે આમંત્રણ આપ્યું છે. બાંગ્લાદેશ G-20 ના સભ્ય દેશોમાં સામેલ નથી.
આ મહેમાનો G20 સમિટ માટે ભારત આવી ગયા છે
#WATCH भारत में जी 20 शिखर सम्मेलन | जापान के प्रधानमंत्री फुमियो किशिदा जी 20 शिखर सम्मेलन में भाग लेने के लिए दिल्ली पहुंचे। pic.twitter.com/Le6sdKh0ru
— ANI_HindiNews (@AHindinews) September 8, 2023
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા આવતીકાલથી શરૂ થઈ રહેલા જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે દિલ્હી આવી પહોંચ્યા છે. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝ આજે સવારે ભારત પહોંચી ગયા છે. આ સાથે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ અને નાઈજીરીયાના રાષ્ટ્રપતિ અહેમદ ટીનુબુ પણ પહોંચ્યા છે. પ્રમુખ અહેમદ ટીનુબુનું મરાઠી ધૂન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ G20માં ગેસ્ટ તરીકે હાજરી આપવા આવ્યા છે.
Advertisement