બિહારના બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ આનંદ મોહન સિંહને ગુરુવારે સવારે 4 વાગ્યે સહરસા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. એવું જણાવવામાં આવી રહ્યું છે કે ભીડ એકઠી થવાની આશંકાને કારણે તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. આ માટે રાત્રે જ તમામ પેપરવર્ક પૂર્ણ કરી લેવામાં આવ્યું હતું. ડીએમ જી. કૃષ્ણૈયાની હત્યાના કેસમાં તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેમને 16 વર્ષ બાદ જેલમુક્ત કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
15 દિવસની પેરોલ પૂરી થયા બાદ 26 એપ્રિલે તેમણે સરેન્ડર કર્યું હતું. પેરોલ સરેન્ડર થતાં જ જેલમાં છૂટવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. જ્યારે બાહુબલી આનંદના સ્વાગતને ભવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓ 15થી 20 કિમીનો રોડ શો પણ કરશે.
ડીએમ જી. કૃષ્ણૈયાની પુત્રી પદ્માએ આનંદ મોહનની જેલમુક્તિ પર નારાજગી વ્યક્ત કરી છે. હૈદરાબાદમાં મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે બિહાર સરકારે પોતાના નિર્ણય પર ફરીથી વિચારવું જોઈએ. સરકારે ખોટો દાખલો બેસાડ્યો છે. આ માત્ર એક પરિવાર સાથે અન્યાય નથી, પરંતુ દેશ સાથે અન્યાય છે. તેમની પુત્રીએ પણ મુક્તિ સામે અપીલ કરવાનું કહ્યું છે.
Advertisement