ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારે મોડી રાત્રે ગાઝા પટ્ટીમાં અલ અહલી અરબ હોસ્પિટલ પર ઈઝરાયેલી સેનાના બોમ્બમારામાં ઓછામાં ઓછા 500 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. ગાઝામાં સત્તારૂઢ હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાએ આ માહિતી આપી હતી.
Advertisement
Advertisement
સમાચાર સંસ્થા રોઈટર્સના જણાવ્યા અનુસાર હમાસ સંચાલિત વિસ્તારના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે ઈઝરાયલના હવાઈ હુમલામાં ગાઝા સિટીની હોસ્પિટલમાં સેંકડો લોકો માર્યા ગયા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા 500 લોકો માર્યા ગયા અને ઘાયલ થયા છે. ઇઝરાયલી સૈન્યએ કહ્યું કે તેની પાસે કથિત બોમ્બ વિસ્ફોટ વિશે કોઈ માહિતી નથી.
ઈઝરાયલે આ આરોપને નકારી કાઢ્યો
હમાસ સંચાલિત વિસ્તારના આરોગ્ય અધિકારીઓએ દાવો કર્યો હતો કે ઘણાં લોકો હજી પણ નાશ પામેલી હોસ્પિટલની ઇમારતોના કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. જો કે, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ આ હુમલો કર્યો હોવાના અહેવાલોને ફગાવી દીધા છે.
બેન્જામિન નેતન્યાહુએ શું કહ્યું?
આ ઘટના બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે બહુવિધ સ્ત્રોતો પાસેથી મળેલી ગુપ્ત માહિતી સૂચવે છે કે ગાઝાની અલ અહલી હોસ્પિટલ પરના નિષ્ફળ રોકેટ પ્રક્ષેપણ માટે ઈસ્લામિક જેહાદ જવાબદાર છે. આખી દુનિયાને ખબર હોવી જોઈએ કે IDF એ નહીં પણ ગાઝાના ક્રૂર આતંકવાદીઓ એ જ ગાઝાની હોસ્પિટલ પર હુમલો કર્યો હતો. જે લોકોએ અમારા બાળકોની નિર્દયતાપૂર્વક હત્યા કરી હતી તેમણે પોતાના બાળકોની પણ હત્યા કરી નાંખી.
WHOએ આ હુમલાની આકરી ટીકા કરી
બીજી તરફ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે ગાઝાની હોસ્પિટલ પર ઈઝરાયલના હવાઈ હુમલાની આકરી નિંદા કરી છે. આ ઈઝરાયલનો સૌથી મોટો હુમલો હતો. તેમણે કહ્યું કે પ્રારંભિક અહેવાલોમાં સેંકડો લોકોના મોતની વાત સામે આવી રહી છે. આ સાથે જલ ઇજિપ્ત અને તુર્કી સહિત ઘણાં મુસ્લિમ દેશોએ આ હુમલાની નિંદા કરી છે.
Advertisement