ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રાજકોટમાં ત્રણ મેચની વનડે સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને આ મેચ જીતવા માટે 353 રનનો લક્ષ્યાંક આપ્યો છે. છેલ્લાં અહેવાલ મુજબ ભારતે 32 ઓવરમાં 3 વિકેટે 203 રન નોંધાવ્યા છે. ઐયર 31 અને રાહુલ 15 રને રમતમાં છે. અગાઉ વોશિંગ્ટન સુંદર 18, રોહિત શર્મા 81 અને વિરાટ કોહલી 56 રન નોંધાવીને આઉટ થયાં છે.
Advertisement
Advertisement
અગાઉ ઓસિએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ આજે આક્રમક બેટિંગ કરતાં નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 352 રન નોંધાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શ અને ડેવિડ વોર્નરે ઈનિંગની શરૂઆત કરી હતી. બન્નેએ ઝડપી બેટિંગ દ્વારા ઓસિના સ્કોરને વિના વિકેટે 50 રનને પાર પહોંચાડ્યો હતો. ક્રિઝ પર છે. સાત ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર વિના વિકેટે 65 રન થયો હતો. બન્નેએ માત્ર 49 બોલમાં સ્કોરને 78 રને પહોંચાડ્યો હતો. વોર્નર આ સ્કોરે 34 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 56 રન નોંધાવીને પ્રસિધ કૃષ્ણાની બોલિંગમાં કેચઆઉટ થતાં ઓસિની પહેલી વિકેટ પડી હતી. ત્યારબાદ મિચેલ માર્શ અને સ્ટીવન સ્મિથ વચ્ચે બીજી વિકેટ માટે 137 રનની ભાગીદારી થઈ હતી. જોકે, 215 રને માર્શ 96 રને આઉટ થતાં તે સદી ચૂકી ગયો હતો. ઓસિ તરફથી માર્શ અને વોર્નર ઉપરાંત સ્ટીવન સ્મિથે 74 અને લાબુશેને 72 રનની આક્રમક ઈનિંગ રમ્યા હતા.
ભારતીય બોલરોને આજે સારી સફળતા મળી ન હતી. જોકે, ભારત તરફથી જસપ્રીત બૂમરાહે ત્રણ, કુલદીપ યાદવે 2 અને મોહમ્મદ સિરાજ તથા પ્રસિધ કૃષ્ણાએ ઓસ્ટ્રેલિયાની એક-એક વિકેટ ઝડપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓસિની બી ટીમ સાથે રમતા ભારતે આ શ્રેણીની તેની અગાઉની બંને મેચ જીતી લીધી હતી. કેએલ રાહુલ છેલ્લી બે મેચમાં કેપ્ટન હતો. ભારતે પ્રથમ વનડે પાંચ વિકેટે અને બીજી વનડે ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ 99 રનથી જીતી હતી. આજની ત્રીજી વનડે જીતીને ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાનો વ્હાઈટ વોશ કરવા માંગશે. આ મેચમાં રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કુલદીપ યાદવ રમી રહ્યા છે.
Advertisement